________________
નમન હો તેમના સમર્પણને ! જેણે સાચી પ્રાર્થના કરવી હોય તે આત્મા છે. તેના હૃદયની અંદર પરમાત્માની સાચી શ્રદ્ધા હોવી આવશ્યક છે આપનો સેવક છું.)
સૌનો મિત્ર છું.” છે – અનિવાર્ય છે. કારણકે જીવનમાં જે કાંઈ શક્તિ છે તે કયા ગુણને અનુસરે છે ? શ્રદ્ધા ગુણને અનુસરે છે. શ્રદ્ધા મુખ્ય છે, એમ સિદ્ધાંત કહે છે. ઋષભદેવ ભગવાનના સ્તવનમાં શ્રીમાન દેવચંદ્રજી મહારાજ કહે છે, “રુચિ અનુયાયી વીર્ય ચરણધારા સધે.” ભગવાને પંચાચાર કહ્યા છે પણ પંચાચારમાં પહેલો આચાર કયો છે ? દર્શનાવાર, જ્ઞાનાચાર, ચારિત્રાચાર, તપાચાર અને વીર્યાચાર. તો દર્શનાચાર પ્રથમ છે. માટે દર્શન એટલે શ્રદ્ધા જે છે તે મુખ્ય છે. પ્રાર્થના કરવાનું કેમ આપણને મન નથી થતું? કેમ આપણે સાચી પ્રાર્થના નથી કરતા? ભગવાનના દર્શન કરીએ ત્યારે અંતરમાં વિચારીએ છીએ કે “આ આરસ બરાબર નથી ! આ ડાઘાવાળો આરસ છે ! ભગવાનનું નાક બરાબર નથી! આંખો બરાબર નથી !' આપણી દૃષ્ટિમાં “આ ભગવાન છે” એવો ભાવ આપણને થતો નથી. એવું ક્યારે થાય ? એને માટે,
“જે જાણતો અહંતને ગુણ દ્રવ્યને પર્યયપણે; તે જીવ જાણે આત્મને, તસુ મોહ પામે લય ખરે.”
–શ્રી કુંદકુંદાચાર્ય કૃત શ્રી પ્રવચનસાર ગાથા-૮૦ જરૂર શેની છે? પરમાત્માનો પરિચય કરવાની. ગુણોને ઓળખવાની જરૂર છે. ભગવાનને આપણે આપણા જેવા જ માન્યા છે ! જીવ વિચારે છે કે ભગવાન મારી જેમ ખાય ? ભાઈ ! ભગવાન ખાતા નથી. અનંત આનંદ હોય તો ભગવાનને ખાવાનું કેમ બને? ભગવાનને ખાવાથી જો સુખ ઊપજે તો પછી ભગવાનનો અનંત આનંદ રહ્યો તે ખાવા પર આધારિત રહ્યો ગણાય ! ભગવાનને ખાવાનું હોતું નથી. ભગવાનને અથવા જ્ઞાની પુરુષને આપણે આપણી સાથે
પ્રાર્થના ૭૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org