________________
“જિન પ્રવચન દુર્ગમ્યતા, થાકે અતિ મતિમાન; અવલંબન શ્રી સદ્ગુરુ, સુગમ અને સુખખાણ.''
શ્રીમદ્ રાજચંદ્ર, પત્રાંક ૯૫૪, ગાથા-૪
ગુરુગમથી તત્ત્વને સમજીને યથાર્થ વસ્તુનો સ્વીકાર કરવો. ધર્મ અનેકાંતાત્મક છે. દાનનો એકલો જ આગ્રહ કરવો નહિ. બ્રહ્મચર્યનો જ આગ્રહ કરવો નહિ. ક્ષમાનો જ એકલો આગ્રહ કરવો નહિ. તપ-ત્યાગનો એકલો આગ્રહ કરવો નહિ. જ્ઞાનનો એકલો આગ્રહ કરવો નહિ.
“જ્યાં જ્યાં જે જે યોગ્ય છે, તહાં સમજવું તેહ; ત્યાં ત્યાં તે તે આચરે, આત્માર્થી જન એહ.’’ —શ્રીમદ્ રાજચંદ્ર કૃત શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર (૮) “મોક્ષ કહ્યો નિજશુદ્ધતા, તે પામે તે પંથ; સમજાવ્યો સંક્ષેપમાં, સકળ માર્ગ નિગ્રંથ.’’ —શ્રીમદ્ રાજચંદ્ર કૃત શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર (૧૨૩) જ્ઞાની ભગવંતો કહે છે કે જેનાથી આપણા પરિણામ ઉજ્જવળ થાય, જેનાથી આપણા પરિણામ પ્રશસ્ત થાય, જેનાથી આપણા પરિણામ શુદ્ધ થાય એવો નિરંતર ઉદ્યમ કરવો. ભક્ત કહે છે કે હે પરમાત્મા ! મને હવે એવો નિશ્ચય થયો છે કે હવે તમારે ચરણે રહેવાથી મારું કામ થઇ જવાનું.
“વિશ્વાસ, વિશ્વાસ, આપણા પોતાનામાં વિશ્વાસ, પરમાત્મામાં વિશ્વાસ. આ જ મહાનતાનું રહસ્ય છે.” —સ્વામી વિવેકાનંદ
Faith, faith & faith Faith in self - Faith in Godhood; that is the root. That is the cause of all
greatness. જે મનુષ્યને પરમાત્મામાં વિશ્વાસ છે તે ધીમે ધીમે સાચા વિશ્વાસને અનુસરતો થકો ઉત્તમ પદને પામે છે.
Jain Education International
For Private & Personal Use Only
“હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું.’
પ્રાર્થના
૭૩
www.jainelibrary.org