________________
“હું આત્મા છું, આપનો સેવક છું,
સૌનો મિત્ર છું.”
પ્રાર્થના
જેમાં મતિની મગ્નતા, તેની જ થાય પ્રતીત,
થાય પ્રતીતિ જેહની, ત્યાં જ થાય મન લીન...(૯૫) જ્યાં નહિ મતિની મગ્નતા, તેની ન હોય પ્રતીત,
જેની ન હોય પ્રતીત ત્યાં, કેમ થાય મન લીન?...(૯૬)
જેનો તને વિશ્વાસ હશે તે વાત તને યાદ આવશે, તે વ્યક્તિ તને યાદ આવશે, તે પદાર્થ તને યાદ આવશે, તે બનાવ તને યાદ આવશે. માટે વારંવાર તું પરમાત્મા-સદ્ગુરુનો વિશ્વાસ કરે.
“એક લૌકિક સજ્જન પણ જો શરણાગતનું રક્ષણ કરે છે, તો ત્રણ લોકના નાથ એવા પરમાત્મા કે કરુણાના સાગર એવા સદ્ગુરુ કેમ સહાયક થયા વિના રહે ? હા, આ એક એવા અલૌકિક, દિવ્ય પ્રેમ - સંબંધની વાત છે, જે માત્ર ભક્તહૃદય જ સમજી શકે છે કે જેણે પોતાનું સર્વસ્વ પ્રભુચરણે સમર્પણ કરી દીધું છે. સંતો, આ વિશ્વાસને - શ્રદ્ધાને ધર્મસાધનાનું મુખ્ય અંગ ગણે છે.’’
જગતના જીવોને નિશ્ચય મોક્ષમાર્ગનો ખ્યાલ આવવો દુર્લભ છે; કારણકે મનુષ્ય પોતાની બુદ્ધિથી દરેક વસ્તુનું માપ કાઢે છે. પોતાની બુદ્ધિથી માપ કાઢવાનું નથી. પરંતુ ભગવાનની વાણીથી માપ કાઢવાનું છે અને પછી પોતે એને લાયક થઈને વિચારણા કરવાની છે. બુદ્ધિ એકલી આત્માને પ્રાપ્ત કરી શકતી નથી. પણ તે બુદ્ધિમાં જો શુદ્ધિ આવે તો શુદ્ધ બુદ્ધિ તે આત્માને પ્રાપ્ત કરવાનું એક સાધન છે. શુદ્ધ બુદ્ધિથી આત્મા મળી જાય એવું નથી પણ શુદ્ધ બુદ્ધિ તે આત્માને પ્રાપ્ત કરવાનું એક સાધન છે.
આત્માને પ્રાપ્ત કરવાના સાધન આચાર્ય ભગવંતે શ્રી સમયસારની પાંચમી ગાથાની ટીકામાં કહ્યા છે. આગમની ઉપાસના, સુયુક્તિનું અવલંબન, શ્રી ગુરુદેવનો શુદ્ધાત્માનો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org