________________
આત્મા પોતાના વેદનમાં આવવાથી ઉત્પન્ન થતો એક દિવ્ય આપનો સેવક છું, ભાવ છે. પણ એ પરમાર્થથી ન થયો હોય તો પણ તે માટેનો સૌનો મિત્ર છું.’
પ્રયત્ન કરવો જોઇએ.
વ્યવહાર સમ્યકત્વ પ્રથમ છે. એ વ્યવહાર સમ્યત્વને જ્યારે આગળ અને આગળ વધારવામાં આવે અને આત્માનો લક્ષ કરવામાં આવે ત્યારે તે વ્યવહાર સમ્યક્ત્વ નિશ્ચય સમ્યક્તમાં પરિણમી જાય છે. આ વાત વિગતે શ્રીમદ્ રાજચંદ્ર વચનામૃત પત્રાંક ૭૫૧માં આવે છે.
પહેલું સમકિત બીજા સમકિતનું કારણ છે. બીજું સમકિત ત્રીજા સમકિતનું કારણ છે. ત્રણે સમકિત વીતરાગ પુરુષે માન્ય કર્યા છે. ત્રણે સમકિત ઉપાસવા યોગ્ય છે, સત્કાર કરવા યોગ્ય છે; ભક્તિ કરવા યોગ્ય છે.” એમ કરીને એનું વિવેચન ત્યાં કરેલું છે.
“મને વિશ્વાસ (શ્રદ્ધા) છે કે નહિ એની ખબર કેવી રીતે પડે?” ભગવાને એનું પણ બેરોમીટર આપ્યું છે. આપણને જે વસ્તુમાં વિશ્વાસ હોય તે વસ્તુ Automatically આપણને વારંવાર યાદ આવે છે. આ એક મનોવિજ્ઞાનનો નિયમ છે. જે વસ્તુ આપણને વગર યાદ દેવડાવે, વારંવાર યાદ આવે તે વસ્તુમાં આપણો વિશ્વાસ છે એમ નક્કી કરવું. જ્યાં પ્રતીતિ ત્યાં પ્રીતિ,
જ્યાં પ્રીતિ તેની સ્મૃતિ, જ્યાં વારંવાર સ્મૃતિ તેનું ધ્યાન અને જેનું ધ્યાન તેનો અનુભવ. માટે જ્ઞાનીઓ, ભક્તની અપેક્ષાએ કે જ્ઞાનની અપેક્ષાએ વાત તો એની એ જ કહે છે.
ભક્તની અપેક્ષાએ શું કહે છે?
ઘડી ઘડી પલ પલ સદા, પ્રભુ સુમિરનકો ચાવ; નરભવ સફલો જો કરે, દાન શીલ તપ ભાવ.” –શ્રી લાલાજી રણજિતસિંહજી કૃત શ્રી બૃહદ્ આલોચના
પ્રાર્થના ૬૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org