________________
૩. પ્રાર્થના માટેની શરતો
હું આત્મા છું,
આપનો સે.
સૌનો મિત્ર છું."
ટકાન-ના-નાના કારખાનાજીના નાના નાના નાનકડા મારા નાના અને મારા નજર
રાખવકતા કાકા મા જ કામકાજના નવા પાનકારક
પ્રાર્થના એ ભક્તિનું સ્વરૂપ છે અને એવી પ્રાર્થના સામાન્ય મનુષ્યો પણ કરે છે, મુમુક્ષુઓ પણ કરે છે, જ્ઞાનીઓ પણ કરે છે અને મુનિજનો પણ કરે છે.
પ્રાર્થના માટેની ચાર શરતો નીચે પ્રમાણે છે :
(૧) લઘુતાસહિત આત્મસમર્પણ હોવું જોઇએ. સાચી પ્રાર્થના કોણ કરી શકે ? પ્રાર્થના બધા કરી શકે છે અને બધાને પોતપોતાના પ્રમાણમાં ફળ પણ મળે છે, પણ મોક્ષરૂપી ફળ જેણે પ્રાપ્ત કરવું છે, એને માટે લઘુતાસહિત આત્મસમર્પણ કરવું જરૂરી છે.
(૨) અંતરનો વિશ્વાસ. વિશ્વાસથી જીવ સાચી પ્રાર્થના કરી શકે છે. જગતના જીવોને ભગવાનને દેખીને “અહો ! આ ભગવાન છે!' એવો ભાવ થતો નથી, કારણકે પોતાને અંતરમાં વિશ્વાસ નથી. હું આત્મા છું' એવી એમને અંતરમાં શ્રધ્ધા નથી. તેથી “આ આત્મતત્ત્વને પરમપોષક એવા પરમાત્મા છે' એવો અંતરમાં ભાવ જાગતો નથી. તેઓ જો પ્રયત્ન કરે અને પરમાત્માની ઓળખાણ કરે તો તેમને પણ ક્રમે ક્રમે રૂડો ભાવ વાગી રહકે છે.
જેના મનમાં શંકા હોય એ સાચી પ્રાર્થના ન કરી શકે. કારણકે અંતરમાં કહે છે કે ભગવાન હશે કે નહિ ? શાસ્ત્રમાં અંજનચોરનું દૃષ્ટાંત આવે છે. એક ભાઈ કુહાડી લઇને ઝાડ ઉપર ચઢેલા. કુહાડી ઉપાડે અને પાછા કુહાડી મૂકી દે; ફરી કુહાડી ઉપાડે અને પાછા કુહાડી મૂકી દે. ત્યાં પેલો અંજન ચોર આવ્યો. તેણે પૂછ્યું, “ભાઈ ! શું કરો છો?” એટલે કહે છે કે આ તો મારા ગુરુએ મને મંત્ર આપેલો છે અને એમણે કહ્યું
પ્રાર્થના ૩૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org