________________
“હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું.'
પ્રાર્થના ૫૦
રાજ્યગુરુ હતા. પાટણમાં તેમનું રાજ્ય ચાલતું હતું. આશરે દોઢ લાખ માણસોને તેઓ ભગવાનના ધર્મને પમાડવામાં સફળ થયા હતા. અને દુનિયાના મોટા વ્યાકરણ ગ્રંથોમાં તેઓએ રચેલા ‘સિદ્ધહેમશબ્દાનુશાસન' વ્યાકરણ ગ્રંથનો સમાવેશ થાય છે. એમનો શ્રીમદ્ રાજચંદ્રજીએ પણ ઉલ્લેખ કરેલો છે. કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્ય કહે છે.
“હે નાથ ! હું આપનો સંદેશવાહક છું, દાસ છું, સેવક છું અને કિંકર છું. માટે ‘આ મારો છે’ એ પ્રમાણે આપ સ્વીકાર કરો. અધિક હું કાંઇ કહેતો નથી.”
—શ્રી હેમચંદ્રાચાર્ય કૃત શ્રી વીતરાગસ્તવ ૨૦૦૮ છે આવી તૈયારી ? “સાહેબ ! આવું બધું તો... હું કાંઇ ભગવાનને કહુ નહિ ! તો તારો મોક્ષ સ્વપ્નમાં પણ થાય નહિ. તારો એટલે તારો, મારો અને કોઇનો પણ મોક્ષ થાય નહીં.”
અહમ્નું વિસર્જન થયા વિના આત્મજ્ઞાન થાય નહિ. આત્મજ્ઞાન વિના સાચા વ્રત હોય નહિ, સાચા વ્રત વિના સકળસંયમધારી મુનિનું ચારિત્ર હોય નહિ, સાચા ચારિત્ર વિના મોક્ષ હોય નહિ, મોક્ષ વિના સાચા અનંત આનંદનો અનુભવ હોય નહિ.
શ્રી જ્ઞાનવિમળસૂરિજીએ આનંદઘન-ચોવીસી પર ટબા લખ્યા છે. તેઓશ્રી પણ જણાવે છે,
“અશરણ શરણ નીરાગ નિરંજન, નિરુપાધિક જગદીશ નમો, બોધ દિયો અનુપમ દાનેશ્વર, ‘જ્ઞાનવિમળ સૂરીશ’ નમો.’’ ભક્ત કહે છે કે હે ભગવાન મને મારા આત્માનું કાંઇ ભાન કરાવો. હું બેભાન છું, હું મૂઢ છું.
યોગીરાજ શ્રીમદ્ આનંદઘનજી મહારાજ, ઉપાધ્યાયશ્રી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org