________________
“હું આત્મા છું છું ? આ જીવમાં કોઇ પણ યોગ્યતા નથી તો પણ આ જીવ આપન સૌનો મિત્ર છું.”
પોતાને મહાન ગણે છે. તમે કહેશો કે “ના... ના... સાહેબ ! અમે તો પોતાને મહાન ગણતા નથી.” તો કેમ પરમાત્માનું શરણુ આપણે લઈ શકતા નથી ? કારણકે અંતરમાં કંઇ બીજા ભાવ વત્ય કરે છે. કેવા ? ક્યા ? કેટલા પ્રમાણમાં ? એ તો તારે પોતાના અંતરનિરીક્ષણથી જાણવું.
‘ગ્રહો પ્રભુજી હાથ” આ પ્રાર્થનાની શરત છે. આગળ આપણે અંગ્રેજીમાં વિચાર્યું હતું. ‘Total, Unilateral, Unconditional, Enlightened Surrender' BALL BEZHİ 6419 ઉપજે ત્યારે સાચી પ્રાર્થના થાય છે. ભગવાન ભાડાથી રાજી થતા નથી પણ ભાવથી રાજી થાય છે. માટે જુદા જુદા પ્રકાર ભજીને ભાવોને નિર્મળ કરવા. ભાવ વધે એવું કરવું. ભાવ વધે ક્યાંથી ? આપણા ભાવ દીકરા. બંગલા વગેરેમાં ચોંટી ગયા છે. તો ત્યાંથી પહેલાં એને ઉખેડવા પડે, ઘટાડવા પડે પછી પ્રભુભક્તિમાં ભાવ જોડાય. શ્રી દેવચંદ્રજી મહારાજ ઋષભદેવ ભગવાનના સ્તવનમાં કહે છે :
“પ્રીતિ અનંતી પર થકી, જે તોડે હો તે જોડે એહ'
જૈ તોડે હો તે જોડે એહ.. પ્રથમ તોડ નહિ તો ઘટાડ તો ખરો ! આમ તો તોડવી પડશે. મનમાં જે માળા ચાલે છે તે ઊંધી માળા ચાલે છે. મારા ચાર દીકરા, મારા ચાર બંગલા, મારી ચાર મોટરો, મારા ચાર જમાઇઓ, મારી ચાર દીકરીઓ, મારી ત્રણસો સાડીઓ, મારી આટલી મિલો છે, મારા આટલા કારખાના છે, મારી મૂછો, મારા પૈસા, મારી કીર્તિ, તેથી આગળ... મેં કેવા સુંદર મંદિર બંધાવ્યા છે, મેં આવા શાસ્ત્રો લખ્યાં છે, મારા આવા શિષ્યો છે, વગેરે. સપુરુષ કેવા છે તેનું
સુંદર વર્ણન છ પદના પત્રમાં કર્યું છે, પ્રાર્થના
કેમ કે જેનો પ્રત્યુપકાર ન થઈ શકે એવો પરમાત્મભાવ
૫૬.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org