________________
સૌનો મિત્ર છું.’’
“હું આત્મા છું, ત્યાં સુધી એ પ્રાર્થના અંતરથી કરી શકતો નથી કારણકે આપનો સેવક છું, ભગવાનને પણ તે પોતાના જેવા જ માને છે !! આમ તો બોલે “જે વીતરાગી હોય, જે સર્વજ્ઞ હોય, જે હિતોપદેશી હોય તેનું નામ પરમાત્મા...'' પણ જ્યારે ભગવાનને પ્રાર્થના કરે ત્યારે “ભગવાન ! તમે અમારા જેવા... અમારાથી થોડા આગળ.’ એમ માને !! અંતરમાં શ્રદ્ધા બીજી છે અને પંડિતાઈ બતાવવા, પરીક્ષામાં પાસ થવા માટે જુદું કહે છે ! પરમાત્માના લક્ષણ સાચા બોલે છે પણ અંતરમાં પરમાત્માના લક્ષણની શ્રદ્ધા નથી. આવી જીવની સ્થિતિ થઇ હોય ત્યાં એ સાચી પ્રાર્થના કરી શકે નહિ; માટે જે ‘હું’ પણું છે તે કાઢવું ઘણું જ મુશ્કેલ છે, તો પણ કાઢવું.
પ્રાર્થના
૪૮
અમદાવાદની ગુજરાત કૉલેજમાં ઈ.સ. ૧૯૫૦ની આસપાસ પ્રોફેસર દાવર હતા, એ કહેતા કે કાળા પડદા ઉપર, અમાસની રાતે, બીજો કોઇ પ્રકાશ ન હોય ત્યારે તે પડદા પર ચાલી જતી કાળી કીડીને જેમ શોધી શકાતી નથી તેમ સામાન્ય મનુષ્ય પોતાના ‘અહમ્'નો તાગ પોતે મેળવી શકતો નથી. જો પોતાને જ પોતાથી, પોતાના અહમ્નો ખ્યાલ આવી જતો હોય, તો તો ઘણા મનુષ્યો માર્ગને પામી શકે, પણ આપણને આપણા અહમ્નો ખ્યાલ આવી શકતો નથી. એ તો ઘણી સદ્ગુણસંપન્નતાથી, મધ્યસ્થપણે પોતાના દોષોને જોવાની ટેવ પાડવાથી, નિરંતર સત્સંગ કરવાથી અને મહાભાગ્યવાન તેવા ગુરુદેવની કૃપાથી જીવને પોતાનું ‘હું’ પદ ગાળવાનું ક્રમે કરીને બની શકે છે. માટે તેનો વારંવાર પ્રયત્ન કરવો કે મારે આ ‘હું’ પદ કાઢવું છે.
“અહંભાવથી રહિત નહિ, સ્વધર્મ સંચય નાહીં;
નથી નિવૃત્તિ નિર્મળપણે, અન્ય ધર્મની કાંઈ.’’ —શ્રીમદ્ રાજચંદ્ર, પત્રાંક ૨૬૪, ગાથા
Jain Education International
For Private & Personal Use Only
-
૧૨
www.jainelibrary.org