________________
“હું આત્મા છું, આપનો સેવક છું,
સૌનો મિત્ર છું.
પ્રાર્થના ૪૬
જયાં સુધી આપણા જીવનમાં પરમાત્મા, સદ્ગુરુ અને ધર્મ પ્રત્યે સાચી શ્રદ્ધા ન પ્રગટે ત્યાં સુધી આપણને પરમાત્માની પ્રાપ્તિ થાય નહિ. આ વાત ‘શ્રીમદ્ રાજચંદ્ર’ પત્રાંક ૭૫૧માં જણાવી છે, “આપ્તપુરુષના વચનની પ્રતીતિરૂપ, આશાની અપૂર્વ રુચિરૂપ, સ્વચ્છંદનિરોધપણે આપ્તપુરુષની ભક્તિરૂપ, એ પ્રથમ સમકિત કહ્યું છે.’’ પરમાત્મામાં શંકા એટલે પાંચમા પદમાં શંકા એટલે ‘મોક્ષપદ’માં શંકા. ભગવાન શું છે ? ભગવાન મોક્ષપદનું પ્રતીક છે. ભગવાન એટલે સર્વથા મુક્ત આત્મા. ઘાતીકર્મો ગયા એટલે આધ્યાત્મિક પરિભાષામાં સર્વથા મુક્ત જ ગણાય. કેવળજ્ઞાન પ્રગટ્યું એટલે પરમાત્મા જ થઇ ગયા કહેવાય.
કોઇ પણ પ્રકારે તું પરમાત્મા, સદ્ગુરુ અને ધર્મ પ્રત્યે સાચી શ્રદ્ધા કેળવ.
કોઇ પણ પ્રકારે તું પરમાત્માની ઓળખાણ કર.
જ્યાં સુધી આવી શ્રદ્ધા ન થાય, જ્યાં સુધી પરમાત્મામાં શંકા છે, ત્યાં સુધી શરણાગતિનો અભાવ દરેક ધર્માત્માઓએ કહેલો છે. વીતરાગ દર્શન જો કે જ્ઞાનપ્રધાન છે છતાં આચાર્ય ભગવંતોના તેવા વચનો આવે છે. જેમકે મહાન આચાર્ય શ્રી પદ્મનંદિ આચાર્યદેવ કહે છે,
“તારા દર્શનથી જિનરાજ રે, સર્યા સર્યા મારાં સહુ કાજ રે; ભમ્યો અંધ બની ભવ માંહી રે, કાળ અનંત પામ્યો ન કાંઇ રે.
Jain Education International
તારા દર્શનથી જિનરાજ રે, મારાં નયન સફળ થયાં આજ રે; શીઘ્ર શીતળ તન મન થાય રે, જાણે આજ અમૃત વરસાય રે.’
For Private & Personal Use Only
www.jainelibrary.org