________________
હું આત્મા છે. “તું ગતિ, તું મતિ અને તું આશરો, તું આલંબન મુજ આપનો સેવક છે. પ્યારો રે;” વિચારો... આપણને આપણા જીવનમાં આવું લાગે
સૌનો મિત્ર છે.છે ?
એકની એક વાત આવે એટલે જરા કંટાળો આવે પણ કંટાળો લાવવો નહીં, કારણકે એને અંતરમાં ઉતારવાનું છે. હું પ્રભુનો સેવક છું' એવી ભાવના અંતરમાં ઉતારે એનું નામ સમ્યગ્દષ્ટિ. તે સમ્યગ્દષ્ટિ કેવા હોય ?
“દાસ ભગવંત કે, ઉદાસ રહે જગતનો સુખિયા સદેવ ઐસે જીવ સમકિતી હૈ.”
–શ્રી બનારસીદાસ કૃત શ્રી સમયસાર નાટક આત્યંતિક શરણાગત મહાસક્ત થઈ શકતો નથી.
શ્રીમદ્ રાજચંદ્રજી પત્રાંક ૩૩૧મા જણાવે છે, “ભ્રાંતિગતપણે સુખસ્વરૂપ ભાસે છે એવા આ સંસારી પ્રસંગ અને પ્રકારોમાં જ્યાં સુધી જીવને વહાલપ વર્તે છે; ત્યાં સુધી જીવને પોતાનું સ્વરૂપ ભાસવું અસંભવિત છે, અને સત્સંગનું માહાભ્ય પણ તથારૂપપણે ભાસ્યમાન થવું અસંભવિત છે.”
આપણે સત્સંગ કરીએ છીએ પણ ક્યાં સુધી ? તબિયત સારી રહે ત્યાં સુધી, છોકરાનો ફોન ન આવે ત્યાં સુધી, મારું બરાબર ટ્રસ્ટીઓ સાચવે ત્યાં સુધી. જરાક માન ન સચવાય તો કહે કે મને નહિ ફાવે ! સત્સંગનું થોડું માહાભ્ય લાગ્યું છે એટલે થોડો સત્સંગ કરે છે પણ તથારૂપપણે ભાસ્યું નથી. “આનાથી મને સાક્ષાત્ મોક્ષની પ્રાપ્તિ થઈ જશે અથવા પરમપદની પ્રાપ્તિ થઈ જશે...!” એવું અંતરમાં બેસતું નથી.
સત્સંગમાં રહીને અસંગપણું પ્રાપ્ત કરવાનું છે.
પત્રાંક ૩૩૧માં શ્રીમદ્ રાજચંદ્રજી કહે છે “જ્યાં સુધી તે સંસારગત વહાલપ અસંસારગત વહાલપને પ્રાપ્ત ન થાય ત્યાં
પ્રાર્થના ४४
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org