________________
છે કે તું આ ડાળી કાપી નાખે અને તું પડે તો પણ મરે નહિ, એવો આ મંત્રનો પ્રતાપ છે. મને લાગે છે કે હું આટલે ઉ૫૨થી પડું અને કદાચ મરી જાઉં તો ? એટલે મારું મન માનતું નથી.”
“તારા ગુરુ સાચા હતા ?''
“બિલકુલ સાચા હતા.' “કેવા છે તારા ગુરુ ?'’
પેલાએ ગુરુનું વર્ણન કર્યું. પછી અંજનચોરે ડાળી હતી તે ડાળી કાપી નાખી. પડ્યો નીચે, પણ કાંઇ થયું નહિ. અધિષ્ઠાતા દેવીએ આવીને એને ઝીલી લીધો. આપણે શ્રી સામાયિક પાઠમાં (છ આવશ્યક કર્મ) બોલીએ છીએ,
“અંજન આદિક ચોર મહા ઘનઘોર પાપમય, તિનકે જે અપરાધ ભયે તે ક્ષમા ક્ષમા કિય;
મેરે જે અબ દોષ ભયે તે ક્ષમહુ દયાનિધિ, યહ પડિકોણોં કિયો આદિ ષટ્કર્મમાંહિ વિધિ.” જેને વિશ્વાસ છે એનું કામ થાય છે. જેના ‘ભાવ’ સાચા • છે એનું કામ થાય છે.
(૩) નિઃસ્પૃહતાપૂર્વક નિજદોષકથન. એમાં ખરેખર તો બે મોટા સદ્ગુણ આવ્યા.
પહેલો સદ્ગુણ ‘નિઃસ્પૃહતાપૂર્વક’માં શું આવ્યું ? માગણી કરવી નહિ, નિદાન કરવું નહિ, દુ:ખ આવે પણ ભગવાન પાસે દુનિયાની વસ્તુ ન માગવી. ‘પણ મારી તબિયત સારી રહેતી નથી તો હું ભગવાનને કહું કે મને આ રોગ મટાડી દો, તો હું તમારી ભક્તિ કરું.' પણ એવું ન માગવું. માગ્યા વિના ન રહી શકે તો એવું માગવું કે ‘હે ભગવંત ! મને જે યોગ્ય હોય તે આપો. મારે આપની આજ્ઞાનું પાલન કરવું છે.' દુનિયાની વસ્તુઓ ભગવાન પાસે માગવી નહિ.
Jain Education International
For Private & Personal Use Only
"હું આત્મા છું, આપનો સેવક છું,
સૌનો મિત્ર છું.’
પ્રાર્થના
૩૫
www.jainelibrary.org