________________
એવો ભાવ ભાસે છે ? મોક્ષમાર્ગમાં કિંમત શેની છે ? “હે ભગવાન ! હું બહુ ભૂલી ગયો.” એને બદલે દુનિયાવાળા કહે છે કે “મારી ભૂલ કદી થાય નહિ. હું ભૂલતો હોઉં ? મને બધી ખબર હોય.’’ ભગવાન પાસે દ૨૨ોજ જૂઠું જૂઠું બોલે છે તે નહિ ચાલે. ગંભીરપણે વિચારવું... આવી સ્થિતિ છે એટલે ભગવાનની ભક્તિ જોઇએ તેવી ફળતી નથી.
ભગવાનની ભક્તિ કેમ ફળતી નથી ? મનમાં એમ કહે; “આ મહારાજ છે ને. તે એવું બધું કહે ! મહારાજને શું ખબર પડે ?’’ દુનિયાની પોતાની મોટાઇ અંતરમાં પડી છે. હું આવો... હું આવો... આમ તો ઉપરથી માને છે અને મોઢેથી બોલે છે કે ભગવાન સર્વજ્ઞ છે, ત્રિલોકના નાથ છે, ભગવાનનું શરણ લેવું જોઇએ. પરંતુ અંતરમાં તે પ્રમાણેની ભાવના થતી નથી.
જ્યાં સુધી આવા ભાવ નથી થતા ત્યાં સુધી પરમાત્માની નજીક જવાની કોઇ સંભાવના નથી. ભગવાન પ્રત્યે પ્રેમ પ્રગટ નથી થતો પણ કરવો જ પડશે. ભગવાન ગમતા નથી પણ ગમાડવા પડશે અને તેમાં રુચિ કરવી પડશે. દુનિયાની વસ્તુઓ બહુ સારી લાગે છે, તેમાંથી પોતાનો ઉપયાગ, પોતાની આસક્તિ, પોતાનું મન, પોતાનું ચિત્ત હઠ કરીને પણ ખસેડવા પડશે અને પરમાત્મામાં લગાવવા પડશે; ત્યારે જ કામ થશે. તે માટે ભલે સમય લાગે, તે માટે ભલે અભ્યાસ કરવો પડે. મોક્ષમાર્ગ એ પ્રમાણે જ છે.
“સબ તરફસે દિલ હટા, પ્રભુ કે ચરનમેં જોડ દે; માન લે કહના હમારા, દિલકી લાલચ છોડ દે.’’
—સ્વામી શ્રી બ્રહ્માનંદજી
“અચિંત્ય તુજ માહાત્મ્યનો, નથી પ્રફુલ્લિત ભાવ; અંશ ન એકે સ્નેહનો, ન મળે પરમ પ્રભાવ.’’ —શ્રીમદ્ રાજચંદ્ર, પત્રાંક ૨૬૪, ગાથા-દ
Jain Education International
For Private & Personal Use Only
“હું આત્મા છું, આપનો સેવક છું,
સૌનો મિત્ર છું.
પ્રાર્થના ૪૧
www.jainelibrary.org