________________
“હું આત્મા છું,
આપનો સેવક છું, સૌનો મિત્ર છું.'
પ્રાર્થના ૩૬
આમ તો અઘરી વાત છે. ‘કોઇને ખબર નહિ પડે, માગી લેવા દો ને!' નિદાન ન કરવું તે જ્ઞાનીનું લક્ષણ છે. આરાધના કરીને આ લોકની કે પરલોકની વસ્તુની રુચિપૂર્વક ઇચ્છા કરવી નહીં. જરા કઠિન લાગે એવું છે પણ વિચારવું. આપણે ન માગીએ તો ભગવાન ન આપે એવું નથી. ભગવાન અંતર્યામી છે. ભગવાન પરિપૂર્ણ છે. એટલે આ તારી માન્યતા ખોટી છે. ‘ભગવાન કદાચ ભૂલી જાય તો ?' ભગવાનનું નામ જ અંતર્યામી પરમાત્મા છે. સાચા સંત હોય તેને માયા, મિથ્યાત્વ અને નિદાન - આ ત્રણ શલ્ય (કાંટા) હોતાં નથી.
બીજો સદ્ગુણ : નિજદોષકથન
આપણે બાર ભૂલ કરીએ છીએ અને ભગવાન પાસે દસ ભૂલની માફી માગીએ છીએ ! એવું ન કરવું, પણ ભગવાનને કહેવું કે “હે ભગવાન ! મેં આ બાર ભૂલ કરી છે, જે મારા જ્ઞાનમાં છે. બીજી અજાણતાં તો ઘણી ભૂલ કરું છું. હું અલ્પજ્ઞ છું. મારી સ્મૃતિ સારી નથી તેથી હું ભૂલ તો ઘણી કરું છું. બધી મને યાદ રહી નથી પણ જેટલી મને યાદ રહી છે એટલી બધી આપની સમક્ષ રજૂ કરું છું.”
૫રમાર્થમાર્ગ જુદો છે.તે દુનિયાના મતાર્થી લોકોને પ્રાપ્ત થતો નથી. પરમકૃપાળુદેવ શ્રી સૌભાગ્યભાઇને કહે છે, “લૌકિકદૃષ્ટિએ તમે અને અમે પ્રવર્તશું તો પછી અલૌકિકદૃષ્ટિએ કોણ પ્રવર્તશે ?' જે મહાપુરુષોને બિરાજમાન કર્યા છે એ અલૌકિક પુરુષો છે. અલૌકિક એટલે હવે આ લોકમાં (મૃત્યુલોકમાં) રહેવાના નથી. થોડા વખતમાં મોક્ષે ચાલ્યા
જવાના છે.
“જન જાણીએ મન માનીએ, નવ કાળ મૂકે કોઇને.” આ દુનિયામાં એવી કોઇ વસ્તુ નથી કે જેમાં આ જીવે મમત્વ કરવું, મોહ કરવો, આ મારું છે એમ માનવું. આવું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org