________________
“હું આત્મા છું, આપનો સેવક છું. સૌનો મિત્ર છું.'
પ્રાર્થના
૩૨
તે
પ્રવર્તે તે. મુનિનું વર્ણન વાણીમાં આવી શકતું નથી. મુનિ તે શુદ્ધાત્મા છે. તે જ્ઞાનનો અને વાણીનો વિષય નથી; અનુભવનો વિષય છે. મુનિની સ્તુતિ આપણે કરીએ, ભગવાનની સ્તુતિ કરીએ, તેથી એવું ન માનવું કે મેં ભગવાનને ઓળખી લીધા. ભગવાનની ઓળખાણ થવા માટે સત્પુરુષનો નિશ્ચય અને આશ્રય કરવો પડે. બીજો કોઇ ઉપાય નથી. “સાહેબ ! ભગવાનની અંગ્રેજીમાં, સંસ્કૃતમાં, પ્રાકૃતમાં બહુ સ્તુતિઓ લખું તો ?’” મારા સ્વામીને પ્રાપ્ત કરવાનો એક જ ઉપાય છે કે તેમના ચરણ પકડવા અને પછી કહેવું કે તમારી આજ્ઞા હોય તો, તમને હું ભેટવા માગું છું. આપણી યોગ્યતા હોય તો ભગવાન કહે તથાસ્તુ. અને તે અંતરધ્યાન થઇ જાય છે; કારણકે ભગવાન કહે છે કે હું અને તું એક જ છીએ ! મને ભેટવાની જરૂર નથી. હું તો તારા હૃદયમાં જ બિરાજમાન છું. હું કંઇ તારાથી અલગ નથી !!
“જિનપદ નિજપદ એકતા, ભેદભાવ નહિ કાંઇ, લક્ષ થવાને તેહનો, કહ્યાં શાસ્ત્ર સુખદાઈ.’’
શ્રીમદ્ રાજચંદ્ર પત્રાંક ૯૫૪, ગાથા-૩ જ્યારે આપણે ભગવાનને ભેટવા જઇએ તો ? ભગવાન તો અંતરધ્યાન થઇ જાય !!!
“પ્રેમ ગલી અતિ સાંકરી, તામેં દો ન સમાય,
જબ મૈં થા તબ હિર નહીં, જબ હિર તબ મેં નાહીં.” ~મહાત્મા કબીરદાસજી
દિવ્યપ્રેમના માર્ગે જેમ જેમ આગળ ચઢતો જાય તેમ તેમ એકદમ સાંકડી ગલી આવે. અમરનાથ જાઓ ત્યારે થોડે સુધી તમે ખચ્ચર પર બેસીને જાઓ પછી ખચ્ચર પણ ન જાય. તમારે પગે ચાલીને જ જવું પડે. સાંભળેલી વાત છે. અનુભવેલી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org