________________
આત્મા છે. જીવનનું ધ્યેય છે. પરંતુ હજુ આપણને બરાબર ઉતર્યુ નથી આપનો સેવક છું. એટલે આપણે હજી તે માટે સાચો પ્રયત્ન કરતા નથી. સૌનો મિત્ર છું.”
પ્રાર્થનાનું વિજ્ઞાન સમજવા માટે અને આધ્યાત્મિક વિકાસમાં તેનો યથાયોગ્ય ઉપયોગ થઇ શકે તે અર્થે, દરેક પ્રબુદ્ધ પ્રાર્થનાકારે નીચેના સિદ્ધાંતોને સારી રીતે સમજવા જોઇએ.”
પ્રબુદ્ધ : એટલે સાચા વિવેકી. આધ્યાત્મિક પ્રાર્થના કરવાવાળા. પ્રબુદ્ધનો શબ્દાર્થ – “પ્રકૃષ્ટ જ્ઞાન જેને પ્રાપ્ત થયું છે તે.”
પણ અહીં એ શબ્દાર્થ નથી. અહીંયા અર્થ છે... વિવેકયુક્ત પ્રાર્થનાકાર... દરેક વસ્તુમાં વિવેક જરૂરી છે. તમે રસોઇ ગમે તેટલી સારી બનાવો પણ પીરસતી વખતે બધું ગોટાળો કરીને ભેગું કરી નાખો તો? રસોઈ સારી બનાવો પણ રસોડામાં ગંદકી હોય તો ?
“જ્યાં જ્યાં જે જે યોગ્ય છે, તહાં સમજવું તેહ.” તો પ્રબુદ્ધ પ્રાર્થનાકારે નીચેના સિદ્ધાંતોને સારી રીતે સમજવા જોઇએ. આપણે ભગવાનને સાચા હૃદયથી પ્રાર્થના કરવાના છીએ. તમારા મનમાં કોઇને (શુષ્ક જ્ઞાનીને) એવું હોય કે “સાહેબ ! તમને જ્ઞાન ન હોય તો તમે પ્રાર્થના કરો. અમે તો જ્ઞાન પ્રાપ્ત કરી મોક્ષમાર્ગમાં આગળ વધી જઈશું.” પણ એવું નથી. ગૌતમસ્વામી જેવા ગણધરદેવ પણ ભગવાનને કહે છે કે હે પરમાત્મા ! હું આપને શરણે છું, આપ મને આત્મસ્વરૂપ સમજાવો. આપ મને મોક્ષમાર્ગમાં સ્થિર કરો. મારી ચિત્તવૃત્તિ આપના ચરણકમળને વિષે સ્થિર કરો.
આચાર્યશ્રી અમિતગતિ બેઠા છે સામાયિક કરવા, પણ ૧૪૧ ચોથી ગાથામાં શું કહે છે ?
પ્રાર્થના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org