________________
7“હું આત્મા છું, ( આપનો સેવક છું, (સૌનો મિત્ર છું."
સાધક જયારે ઘણો પુરુષાર્થ કરવા છતાં આગળ ન વધી શકે ત્યારે શું કરે? તો ત્યારે પુરુષાર્થ ચાલુ રાખે અને પરમાત્માને શરણે જઇને પરમાત્માને પ્રાર્થના કરે કે મારું જ્ઞાનબળ વધો, મારી તમારા ચરણ પ્રત્યેની ભક્તિ વધો, મારી બુદ્ધિ નિર્મળ થાઓ, મારી જગતના પદાર્થોની આસક્તિ તૂટો, એ ઇત્યાદિ પ્રકારે પોતપોતાની રીતે ભક્તજન શ્રી પરમાત્મા અથવા શ્રી સદ્ગુરુદેવના ચરણકમળને વિષે સમર્પિત થઇ પ્રાર્થના કરે છે.
અહીં ભક્તની જે નિઃસ્પૃહતા કહી છે, તે સાંસારિક વસ્તુઓ સંબંધી જાણવી. ભક્ત, મોક્ષમાર્ગમાં આગળ વધવા ભક્તિ કરવાની શક્તિ, સંયમ, ધીરજ, જ્ઞાન ઇત્યાદિ પારમાર્થિક સગુણોની પ્રાર્થના કરે તો તેનો કોઈ અપેક્ષાએ બાધ નથી.”
નિઃસ્પૃહતા એટલે કાંઈ માગવું નહિ. શું માગવું નહિ ? દુનિયાના સાંસારિક પદાર્થોનું સુખ ભગવાન પાસે માગવાનું નથી. કોઇ કહે કે કેમ ન માગવું ? કારણકે એમને ખબર જ છે કે તારે યોગ્ય શું છે ! ભગવાન સર્વજ્ઞ છે. ભગવાનને Reminderની જરૂર નથી. માટે ભગવાન પાસે કાંઈ માગવાની જરૂર નથી. “માગીએ તો તમને શું વાંધો છે?” “ભાઈ ! તું માગે ને, તો તને હલકું મળે. સાંસારિક પદાર્થ માગો તો પાપબંધનું કારણ છે અને પાપબંધ થવાથી જે ઉત્કૃષ્ટ વસ્તુ પ્રાપ્ત થવાની હતી તેને બદલે હલકી મળે. તને ૫૦ કરોડનું પુણ્ય બંધાવાનું હતું, એને બદલે બે કરોડનું બંધાય. ઘણું નુકસાન છે.” માટે કૃપાળુદેવે “શ્રી આત્મસિદ્ધિમાં આત્માર્થીના લક્ષણમાં
કહ્યું,
કષાયની ઉપશાંતતા, માત્ર મોક્ષ અભિલાષ”
પહેલી વાત નિષેધાત્મક રીતે કહે છે “કષાયની ઉપશાંતતા એટલે અજ્ઞાન, ક્રોધ, માન, માયા, લોભને વશ થઇને જગતના પદાર્થોની ઇચ્છા કાંઇ પણ કરવી નહિ. અને
૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org