________________
ત્યાંથી ચાંદ તોડીને સુખ લઇ આવે એટલી તાકાત હતી !! હું આત્મા છું, આપનો સેવક છું. તેઓએ શું કર્યું? સૌનો મિત્ર છું.”
“પરિપૂર્ણ જ્ઞાને, પરિપૂર્ણ ધ્યાને, પરિપૂર્ણ ચારિત્ર બોધિત્વ દાને, નીરાગી મહા શાંત મૂર્તિ તમારી, પ્રભુ પ્રાર્થના શાંતિ લેશો અમારી. દઉં ઉપમા તો અભિમાન મારું, અભિમાન ટાળ્યા તણું તત્ત્વ તારું, છતાં બાળરૂપે રહ્યો શિર નામી, સ્વીકારો ઘણી શુદ્ધિએ શાંતિ સ્વામી. સ્વરૂપે રહી શાંતતા શાંતિ નામે, બિરાજ્યા મહા શાંતિ આનંદ ધામે.”
–શ્રીમદ્ રાજચંદ્ર પત્રાંક-૧૩ (શ્રી શાંતિનાથ ભગવાન સ્તુતિ)
આપણે વિચારવું. જીવને લાગે છે કે આ શાંતિનાથ ભગવાને ભૂલ કરી ! “મહાવીર ભગવાનના જમાનામાં કાંઇ ટી.વી., ટેલિફોન કે વિમાન હતા? મારો દીકરો તો હેલિકોપ્ટર લાવ્યો છે એટલે હવે અમે દાદરા ના ચઢીએ. Liffમાં પણ ના બેસીએ. અમારા બંગલાની અગાસી ઉપર જ હેલિકોપ્ટર ઉતરે. આવા બધા સુખનાં સાધન તે વખતે નહોતાં. એમના જમાનામાં કાંઈ આટલું બધું સુખ હતું? !! આ જીવ હજી પોતાના તુચ્છ પુણ્યની અકડાઇમાંથી બહાર નીકળતો નથી. ભાઈ ! વિચારીને તું પરમાત્માને સ્વીકારે અને એમના માર્ગને અનુસરે તો તારું કલ્યાણ થાય અને તું ભલે પરમાત્માનો ન માને અને તારે જે કહેવું હોય તે કહે પણ તેમનો માર્ગ મારા, તારા કે કોઇના કહેવાથી ખોટો સાબિત થતો નથી. જીવે શાંતિપૂર્વક વિચાર કર્યો નથી એટલે એને આ પ્રમાણે વિપરીત લાગ્યા કરે છે.
પ્રાર્થના
૨૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org