________________
“હું આત્મા છું,
,,
સૌનો મિત્ર છું.'
આપણે તો ૬૦-૭૦ વર્ષના થયા અને છોકરા કહે છે કે ‘બાપા ! હવે તમારી જરૂર નથી.' એટલે થોડી ભક્તિ અને આપનો સેવક છું, સ્તુતિ કરીએ છીએ ! નરસિંહ મહેતા તો કહે છે કે અમારે તો Full time business એક માત્ર ભક્તિ જ છે. અમારે ભગવાનની ભક્તિ કરવી છે. અમારો મુખ્ય વ્યવસાય ભક્તિ છે !
“લાખ વિનાના લેખાં નહીં ને, પાર વિનાની પૂંજી, વ્હોરવું હોય તો વ્હોરી લેજો, કસ્તૂરી છે સૂંઘી, અમે તો રામનામના વેપારી.’
—ભક્તકવિ નરસિંહ મહેતા
આ વાત આપણને અંતરમાં બેસતી નથી. ‘અમે તો આટલા ભણેલા-ગણેલા, આટલા બધા હોશિયાર અને આવું બધું કરીએ ? આ તો ભક્ત લોકો આવી અંધભક્તિ કરે. અમારે તો...’ જીવને પરમાત્માના પ્રેમમાં ઘણાં વિઘ્નો છે. એણે મોહના દળિયાં એટલા ભેગાં કર્યા છે કે તીર્થંકર ભગવાનની વાણીની અસર ન થઇ તો આજકાલના સામાન્ય જ્ઞાનીની વાત શું કરવી ? પણ હવે અજ્ઞાનરૂપી બટન ખોલી નાખવા અને આપણા હ્રદયમાં પરમાત્માને બિરાજમાન કરવાં. અમે તો આવું કહીએ છીએ અને આવું કરીએ છીએ. તમારે વિચારવું. ભ્રમ લાગે તો હમણાં Pending Fileમાં મૂકી દેવું. જઇ આવો આખી દુનિયામાં, આંટા મારીને ક્યાંકથી સુખ લઇ આવો. તમને દીકરો બહુ વહાલો હોય તો એની પાસેથી સુખ લઇ આવો. દીકરી વહાલી હોય તો એની પાસેથી સુખ લઇ આવો. સાડીઓ, કારખાના-મિલમાંથી તે લઇ આવો. પરંતુ જ્ઞાનીઓ તો કહે છે કે, હે જીવ, ભૂલ મા, તને સત્ય કહું છું. સુખ અંતરમાં છે; તે બહાર શોધવાથી મળશે નહીં. બહારમાં ક્યાંય સુખ જો હોત તો શાંતિનાથ, કુંથુનાથ અને અરનાથ જેવા કામદેવ હતા, ચક્રવર્તી હતા, તેઓ ઝપટ મારીને ગમે
Jain Education International
For Private & Personal Use Only
પ્રાર્થના ૨૭
www.jainelibrary.org