________________
પરમકૃપાળુદેવ શ્રીમદ્ રાજચંદ્ર ચાર પ્રતિબંધ કહે છે : લોક /“હું આત્મા છે
( આપનો સેવક છું, પ્રતિબંધ, સ્વજન પ્રતિબંધ, દેહાદિ પ્રતિબંધ અને સંકલ્પ-વિકલ્પ (સીમિત્ર પ્રતિબંધ.
જે યુગપ્રધાન આચાર્યો, અપ્રમત્ત યોગીશ્વરો અને મહાજ્ઞાનીઓએ સૈદ્ધાંતિક ગ્રંથોની રચના કરી છે તેમણે જ સાથે સાથે ભક્તિ, પ્રાર્થના, આલોચના, પ્રાયશ્ચિત્ત આદિ વિષયક ગ્રંથોની પણ રચના કરી છે. પોતાની જીવનસાધનામાં તેઓએ જ્ઞાન સાથે ભક્તિની આવશ્યકતાનો અત્યંતપણે અનુભવ કરીને, તેનો સ્વીકાર કરેલ છે. જેમનાં ઉપદેશામૃતનો અમારા જીવન ઉપર વિશેષ ઉપકાર થયો છે એવા, જ્ઞાન-ભક્તિના આરાધક મહાત્માઓમાંથી થોડા મહાત્મારકોની કૃતિઓનો અંગુલિનિર્દેશ માત્ર કરીએ છીએ.”
શ્રી કુંદકુંદાચાર્ય : એમણે સમયસાર, પ્રવચનસાર, પંચાસ્તિકાય, નિયમસાર આદિ અનેક ગ્રંથો લખ્યા. તો બીજી બાજુ, દશભક્તિ (પ્રાકૃત), તીર્થંકરભક્તિ, સિદ્ધભક્તિ, શ્રુતભક્તિ, ચારિત્રભક્તિ, અણગાર (સાધુ) ભક્તિ, આચાર્યભક્તિ, નિર્વાણભક્તિ, પંચપરમેષ્ઠિભક્તિ, નંદીશ્વરભક્તિ અને શાંતિભક્તિની રચના પણ કરી છે. આપણે એમ માનીએ છીએ કે જ્ઞાની લોકો ભક્તિ ન કરે ! “અમે જ્ઞાની હોઇએ તો અમારે તો ભક્તિ કરવાની જરૂર નહિ !! એ તો તમે અભણ હો અને તમારામાં જ્ઞાનની શક્તિ ન હોય અને તમને શાસ્ત્રમાં કંઈ સમજણ ન પડે એટલે તમે ભક્તિ કરો !!! આચાર્યશ્રી કુંદકુંદાચાર્યને શાસ્ત્રની ખબર હતી કે નહીં? આપણે વિચારવું.
શ્રી સમતભદ્રાચાર્ય : યુજ્યુનુશાસન, આપ્તમીમાંસા, રત્નકરંડશ્રાવકાચાર અને આ બાજુ બૃહત્ સ્વયંભૂસ્તોત્ર એટલે કે ચોવીસ તીર્થંકર ભગવંતની સ્તુતિ અને સ્તુતિવિદ્યા ૨૫)
સમજાય
જિક -
મને
પ્રાર્થના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org