________________
એવા ગુણો પ્રગટે.
“હું આત્મા છું,
આપનો સેવક છું, વીતરાગદર્શનમાં જ્યારે સાધના માટે દીક્ષા લેવામાં આવે સૌનો મિત્ર છું.” ત્યારે પહેલાં તો ચાર શરણા લે છે. એ શરણા જે લે છે તે પ્રભુને પ્રાર્થનારૂપ છે... અરિહંતે શરણે પવન્જામિ, સિદ્ધ શરણે પવન્જામિ, સાહું શરણં પવન્જામિ, કેવલી પણd ધમ્મ શરણે પવન્જામિ. એટલે “હે પ્રભુ! હું અલ્પશક્તિવાળો છું. હું આપને શરણે આવું છું. આપના શરણથી મને બળ પ્રાપ્ત થાઓ; જેથી હું સાચો મુનિ બની શકું.' પછી ધ્યાનદશાની અંદર જ્યારે સાધક આગળ વધે છે, ત્યારે પછી પોતાના જ આત્માનું શરણ લે છે. પરમાત્માનું શરણ, સગુરુનું શરણ અને અંતે પોતાના આત્માનું શરણ.
- પોતાના આત્માનું શરણ એટલે પોતાના આત્માનું ચિંતવન કરતાં કરતાં તેમાં લીન થઇ જઇએ એ પોતાનાં આત્માનું મહાન શરણ છે.
- જેમની વિશેષ સાધના ન હોય એમને માટે સમજવામાં જરા મુશ્કેલી પડે એવું છે પણ વિચારવું. કાંતો પરમાત્માનું શરણ લઇએ, કાંતો સદ્ગુરુનું શરણ લઇએ અને કાંતો નિજ શુદ્ધ આત્માનું શરણ લઇએ. આવો પ્રકાર જ્ઞાની પુરુષો સેવે છે, આવો પ્રકાર મુમુક્ષુજનો સેવે છે. શ્રી મોક્ષમાળાના ૧૫મા પાઠમાં શ્રીમદ્ રાજચંદ્ર કહે છે,
“શુભ ભાવ વડે મન શુદ્ધ કરો, નવકાર મહાપદને સમરો; નહિ એહ સમાન સુમંત્ર કહો, ભજીને ભગવંત ભવંત કહો, કરશો ક્ષય કેવળ રામ કથા,ધરશો શુભ તત્ત્વસ્વરૂપ યથા; નૃપચંદ્ર પ્રપંચ અનંત દહો, ભજીને ભગવંત ભવંત લહો.” ભગવાનને ભજવાં એટલે ભગવાનના શરણે જવું. ભગવાનને ભજવાં એટલે ભગવાનનું સ્મરણ કરવું.
પ્રાર્થના ૧૯.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org