________________
હું આત્મા છું, “વીસ દોહરા'માં કબૂલ પણ કરે છે, આપનો સેવક છું, સીનો મિત્ર છું.”
“અહંભાવથી રહિત નહિ, સ્વધર્મ સંચય નાહીં; નથી નિવૃત્તિ નિર્મળપણે, અન્ય ધર્મની કાંઈ.”
-શ્રીમદ્ રાજચંદ્ર પત્રાંક ૨૬૪, ગાથા ૧૨ અને સિદ્ધાંત પણ એમ કહે છે. “છ પદનો પત્ર' શું કહે છે ?
“અનાદિ સ્વપ્નદશાને લીધે ઉત્પન્ન થયેલો એવો જીવનો અહંભાવ-મમત્વભાવ તે નિવૃત્ત થવાને અર્થે આ છ પદની જ્ઞાની પુરુષોએ દેશના પ્રકાશી છે.”
અહંકાર જબરો છે, એટલે એને કાઢતાં વાર લાગે તો પણ પ્રયત્ન કરવાનો છે. અનેક પ્રકારનું અભિમાન આપણને રહ્યા કરે છે. દીકરાનું, બંગલાનું, મોટરનું, પૈસાનું, લાગવગનું, રૂપનું, રંગનું, જ્ઞાતિનું, સમાજનું, શિષ્યોનું, શાસ્ત્રજ્ઞાનનું વગેરે. ભલે બોલતો કાંઈ નથી પણ મનમાં વિચારે છે કે “આ બાવા લોકોને શું ખબર પડે ? બંગલે આવે તો ખબર પડે કે હું કોણ છું !!! એટલે જીવને અંદરનો અહંભાવ જતો નથી અને અહં સાથે મમત્વ જોડાયેલું છે. બહેનોને ખાસ કરીને દીકરા, દીકરી, કુટુંબનું, સાડીઓનું અને ઘરેણાઓનું અને ભાઇઓને પૈસા, સમાજની પ્રતિષ્ઠા અને કારખાના-મિલોનું અહ-મમત્વ અંદરમાં રહ્યા કરે છે. એનો ખરેખર નાશ કરવા માટે મારે, તમારે અને સર્વ ભવ્ય જીવોએ પ્રાર્થના કરવી જરૂરી છે.
જૈન સિદ્ધાંત પ્રમાણે એને પ્રતિક્રમણ અથવા આલોચના અથવા પ્રાયશ્ચિત્ત પણ કહે છે. એમાં થોડા થોડા સૂક્ષ્મ ભેદ છે 491 They are in same compartment.
“આનાથી આગળ, પ્રાર્થના એ પ્રયોગ અને અનુભવનો ૨૨ વિષય છે.” Logic થી સમજી શકાતું નથી; કારણકે પ્રાર્થના
પ્રાર્થના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org