________________
“હું આત્મા છું, આવવાના, જ્યારે એમ લાગે કે “ઠીક હવે આ મહારાજ તો આપનો સેવક છું, કહેતાં હતાં પણ આપણને કાંઇ આત્માનો અનુભવ થતો નથી. સૌનો મિત્ર છું. આટલો બધો ધર્મ કર્યો તો પણ મને કેટલું બધું દુઃખ આવ્યું. મારા દીકરાની તબિયત સારી નથી. અમારા પૈસા જતા રહ્યા. આ તો બધું કહેવાનું ! ધરમ... ધરમ... એવું કહે છે પણ આવુ કાંઇ લાગતું નથી!” આવું કોઇક કોઇક વાર નિરાશાનું વમળ-નિરાશાનું પૂર-આવવાનું, ત્યારે પણ જ્ઞાનીઓ કહે છે કે પરમાત્માનું શરણ એ જ ઉપાય છે. ઘણો પુરુષાર્થ કરવા છતાં પણ કંઇ તથ્યની પ્રાપ્તિ ન થાય ત્યારે પણ પરમાત્માને વળગી રહો.
પ્રાર્થના
૧૮
‘હું પાપમાં બૂડી રહ્યો છું. હરઘડી પાપના કામમાં જ હર્ષ માની રહ્યો છું. તારું કૃપાદાનનું તેડું મારી તરફ આવ્યું કે તું મને પોતા તરફ બોલાવે છે. તારી પવિત્રતા મને દર વખતે ચેતવે છે કે આ પાપમાં તું ના પેસ. માટે હવે હું તારી પવિત્રતાનું સન્માન કરું. મને પવિત્ર આત્માથી ભરપૂર કર. તારી સર્વે આજ્ઞા પાળવાની બુદ્ધિ તથા શક્તિ મને આપ. મોહશત્રુના કબજામાંથી મને છોડાવ. હું બાળક છું, માટે દર સમય મને બચાવ, પડવા ન દે. મને તારામાં રાખ. તું મારામાં રહે. જે તારી કૃપાનજર થઇ તે પૂરી કર.’
એમ અનેક પ્રકારે મુમુક્ષુ પ્રાર્થના કરે છે. પ્રાર્થના ન કરીએ તો બીજા ખોટા વિચારો આવે અને જીવને ધર્મમાર્ગ છોડી દેવાનો વખત આવે; જે સર્વપ્રકારે અકલ્યાણકારી છે. માટે ગમે તેમ થાય તો પણ ભગવાનના ચરણ બરાબર પકડી રાખવાં. ભગવાનના ચરણ એટલે ભગવાનના પગ, ભગવાનની આજ્ઞા અને ભગવાનનું ચારિત્ર. ભગવાનના ચારિત્રમાં ક્ષમા છે, સમતા છે, વિવેક છે. આપણે એમને બરાબર પ્રેમપૂર્વક યાદ કરીએ તો આપણામાં પણ ક્રમે કરીને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org