________________
પ્રમાણે કરવાનું. મારી મોટાઈ સચવાવી જોઇએ, મારી સગવડ હું આત્મા છે. સચવાવી જોઇએ. આ ભૌતિકવાદ !
( આપનો સેવક છું,
સૌનો મિત્ર છું." અધ્યાત્મવાદ કહે છે કે સૌ જીવો સુખી થાઓ. સૌ જીવો મારા મિત્ર છે. “| intend to injure none.” એ અહિંસાની સંસ્કૃતિ છે, દયાની સંસ્કૃતિ છે, અધ્યાત્મ – સંસ્કૃતિ છે. એનો અત્યારે બહુ લોપ થઈ ગયો છે. એટલે શ્રદ્ધા, ભક્તિ વગેરે રહ્યા નથી. એટલે પ્રાર્થના પણ આજકાલ જગતના જીવો તાત્ત્વિક રીતે કરતા નથી.
આપણે આધ્યાત્મિક પ્રાર્થના ક્યારે કરી કહેવાય ? તે માટે ત્રણ શરતો મૂકે છે :
(૧) માત્ર મોક્ષની અભિલાષાથી પ્રેરાઈને (૨) આત્માની શુદ્ધિ માટે (૩) પરમાત્મા અને સદ્ગુરુને નજર સમક્ષ રાખીને
જયારે ભક્તજન પ્રાર્થના કરે છે ત્યારે પરમાત્મા અને સગુરુને જો નજર સમક્ષ રાખે તો એનો રાગભાવ એકદમ ઘટી જાય છે. રાગભાવ એકદમ અપ્રશસ્તભાવમાંથી પ્રશસ્તભાવમાં બદલાઈ જાય છે.
તમારી દુનિયામાં પણ આવો નિયમ છે. તમે રાણા પ્રતાપ કે શિવાજીને જુઓ તો એકદમ શૂરવીરતા ચડી જાય. એમ ભવ્ય જીવો, વિવેકી મનુષ્યો, જ્યારે પરમાત્મા કે સગુરુની મૂર્તિ અને ચિત્રપટને જુએ છે ત્યારે તેમને શાંતભાવ ઉપજે છે, જ્ઞાનભાવ ઉપજે છે, પરમપ્રેમભાવ ઉપજે છે, આત્મભાવ ક્રમે કરીને ઉપજે છે; કારણ કે તેઓ આત્મભાવમાં નિમગ્ન થયેલાં ધર્માત્માઓ છે.
આત્મભાવ એટલે સહજ સમાધિ, સહજ જ્ઞાન, સહજ આનંદ, એ સહજ જ્ઞાન, સહજ આનંદની પ્રાપ્તિ આપણા ૧૩)
: - કારત્મઘા જલ જનરકના અરસામાજિકજૂ કરારકા ના કાકા જારી કકઃરાજકાર
| પ્રાર્થના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org