________________
સંધની સાક્ષીએ સાધના કરવાની છે.
“આળાણુ ધમો આળાપ તવો ।''
જ્ઞાનીની આજ્ઞાનું આરાધન એ જ ધર્મ અને જ્ઞાનીની આજ્ઞાનું આરાધન એ જ તપ.
ભગવાને આપણને Highway બતાવ્યો છે. “હાં રે આ કાળે કાંટાળા, માર્ગને હો લાલ; કર્યું સ્વચ્છ કૃપાળુ રાજ રે... આત્મસ્વરૂપ આરાધવા. મહાભાગ્યે મળ્યો આ દાવ રે... આત્મસ્વરૂપ આરાધવા.’’
૨૦૦૦ સાગરોપમની (શાસ્ત્રોમાં વર્ણવેલો બહુ બહુ લાંબો કાળ) નાની Permit આપણને મળી છે. એમાં આર્ય ક્ષેત્ર, ઉત્તમ કુળ, ઇન્દ્રિયોની પૂર્ણતા, પૂર્ણ આયુષ્ય, આજીવિકાની નિશ્ચિંતતા, પ્રભુ પ્રાપ્તિની જિજ્ઞાસા, સત્સંગનો યોગ - આવી ઉત્તમ સામગ્રીવાળો મનુષ્યભવ મળવા છતાં જો આપણને પોતાના કલ્યાણનો લક્ષ હજુ બંધાતો નથી, તો એ પરમ દુર્ભાગ્યનું ઘોતક છે.
એક એક મિનિટ લાખેણી જાય છે, પણ જીવને કાંઇ પણ ખ્યાલ આવતો નથી. એવો મોહના મદમાં મસ્ત થઇ ગયો છે ! મોહરૂપી દારૂ પીને એવો મસ્ત થઇ ગયો છે કે કોઇનું માનતો નથી. બહુ દારૂ પીએ તો શું થાય ? જઠર ખલાસ થઇ જાય, લીવર ખલાસ થઇ જાય, મગજ ખલાસ થઇ જાય અને જ્ઞાનતંતુઓ ખલાસ થઇ જાય. જિંદગીનો અંત આવી જાય.
આધ્યાત્મિક પુરુષો કેવી રીતે પ્રાર્થના કરે છે ? તો કે પરમાત્મા કે સદ્ગુરુને નજર સમક્ષ રાખીને. તેઓ ભગવાનને જે નમ્ર વિનંતી કરે છે તે આધ્યાત્મિક દૃષ્ટિએ પ્રાર્થનાનું વ્યાવહારિક સ્વરૂપ છે, એટલે ભેદરૂપ છે.
આધ્યાત્મિક દૃષ્ટિ અને વ્યાવહારિક સ્વરૂપ એમ કેમ
Jain Education International
For Private & Personal Use Only
SOM.
“હું આત્મા છું, આપનો સેવક છું,
સૌનો મિત્ર છું.’’
પ્રાર્થના ૧૧
www.jainelibrary.org