________________
“હું આત્મા છું, કહ્યું ? કારણકે સવિકલ્પ સમાધિ સુધી ભેદ હોય છે. માટે આપનો સેવક છું, અંદ૨માં આત્માની ષ્ટિ છે અને બહારમાં પરમાત્માને પ્રાર્થના સૌનો મિત્ર છું.'
કરે છે. યથા
“નીરાગી પરમાત્મા ! હું હવે તમારું, તમારા ધર્મનું અને તમારા મુનિનું શરણ ગ્રહું છું..... એક પળ પણ તમારાં કહેલાં તત્ત્વની શંકા ન થાય, તમારા કહેલા રસ્તામાં અહોરાત્ર હું રહું, એ જ મારી આકાંક્ષા અને વૃત્તિ થાઓ !''
પ્રાર્થના
૧૨
—શ્રીમદ્ રાજચંદ્ર - મોક્ષમાળા શિક્ષાપાઠ
૫૬
સમસ્ત ભારતીય સંસ્કૃતિની દૃષ્ટિથી વિચાર કરીએ ત્યારે આત્મા જે કાર્યકલાપ દ્વારા પરમાત્માનું અનુસંધાન કરે તેનું નામ યોગ. તેમાં જ્ઞાનની મુખ્યતા હોય તો જ્ઞાનયોગ, ધ્યાનની મુખ્યતા હોય તો અષ્ટાંગયોગ અને ભક્તિની મુખ્યતા હોય તો ભક્તિયોગ.
વર્તમાનકાળમાં છેલ્લા ૫૦-૬૦ વર્ષમાં જડવાદનું સામ્રાજ્ય ખૂબ જ ફૂલ્યું-ફાલ્યું છે, એટલે જગતના જીવોમાંથી શ્રદ્ધા, ભક્તિ, પ્રેમ, વાત્સલ્ય, અનુકંપા વગેરે ગુણોનો ખૂબ રકાસ થયો છે.
વર્તમાન મનુષ્ય એમ કહે છે કે હું એકલો જ જીવું ! બધાને ખાઇ જાઉં ! એટલે વર્તમાન મનુષ્ય એવી સ્થિતિએ પહોંચ્યો છે કે એ બકરા, ઘેટા, ભૂંડ, કબૂતર, ઘોડા, ગેંડા બધું ખાય છે ! એવો ક્રૂર રાક્ષસીવૃત્તિનો માનવ થઇ ગયો છે. જડ સંસ્કૃતિનું મોટામાં મોટું દૃષ્ણ એ છે કે જીવમાં પ્રેમ અને વાત્સલ્યભાવ ઘટી ગયાં છે. જડ સંસ્કૃતિની વ્યાખ્યા શું ? Everything is official and objective. ભૌતિકવાદની કેવી સંસ્કૃતિ છે ? ત્યાં જીવ અને અજીવ નામના બે પદાર્થો નથી. બધું જ અજીવ છે ! એટલે એમને મન ગાય, ભેંસ, બકરા, ઘંટા, ભૂંડ... આ બધું પણ અજીવ છે. આપણને ફાવે એ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org