________________
છે, એ અપેક્ષાએ તેને ભક્ત તરીકે ગણવામાં આવ્યો છે.” “હું આત્મા છું.
આપનો સેવક છું, ' અર્થાર્થી એટલે અર્થનો અર્થી. ધન આદિ જગતના સૌનો મિત્ર છે. પદાર્થોની ઇચ્છાવાળો તે અર્થાથ છે. અર્થાર્થી ખરેખર તો કાંઈ ઉચ્ચ સાધક નથી, છતાં એ પણ એક પ્રાર્થના કરનાર વ્યક્તિ છે. ભગવાન પાસે દુનિયાની વસ્તુ માગીએ તો હલકી મળે અને ન માગીએ તો વધારે સારી મળે. જેને દુનિયાનું સુખ જોઇતું હોય તેણે ભગવાન પાસે કાંઇ માંગવું નહીં. ભગવાન પાસે માગીએ તો ઓછું મળે. એનું આખું Logic છે; કારણકે માગવું એ ઇચ્છા છે. દુનિયાની વસ્તુ માગવી તે પાપરૂપ ઇચ્છા છે અને પાપરૂપ ઇચ્છા તે જીવને પાપબંધ કરાવે છે અને પાપબંધ થાય તો હલકી વસ્તુ મળે.
(૨) આર્ત : “આ ભક્ત નવી સંપત્તિ કે બીજા કોઇ સાંસારિક વૈભવને ઇચ્છતો નથી, પરંતુ પ્રાપ્ત ઐશ્વર્યનો વિયોગ સહન કરવાની તેનામાં હજુ શક્તિ નથી, તેથી તેની રક્ષા અર્થે તે, પ્રભુને પ્રાર્થના કરે છે.”
સાદી ભાષામાં બોલીએ તો આ ભક્ત “મારી લીલી વાડી બની રહો” એમ ઇચ્છે છે. વળી બીજું “લીલી વાડીમાં કાંઇ સૂકું આવે તો સૂકું ચાલ્યું જાઓ, મારું સૂકું મટી જાઓ” એમ પણ કહે છે. શરીરમાં રોગ થાય તો એમ કહે છે કે “મારો રોગ મટી જાઓ” અથવા “મારા દીકરાનો કે મારા સ્વજનનો રોગ મટી જાઓ” એ ઇત્યાદિ પણ આર્તે છે. એ સંસારી ઇચ્છા છે. ભગવાનને ખબર છે કે તને રોગ થયો છે અને તને નથી ગમતો માટે ભગવાનને તારે યાદ કરાવાની ખરેખર જરૂર નથી. પણ જીવને એટલી ધીરજ રહેતી નથી, માટે ભગવાનને કહે છે કે “હે ભગવાન ! મારા દીકરાને રોગ મટી જાય.” “હે ભગવાન ! મારી બાને સારું થઇ જાય...” એ પ્રમાણે પ્રાર્થના
પ્રાર્થના કરે છે. તો એવી પ્રાર્થના નહીં કરતાં એવી પ્રાર્થના કરવી કે, ૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org