________________
“હું આત્મા છું. હોય છે. આચાર્ય ભગવંત તે સમજાવવા દૃષ્ટાંત આપે છે કે આપનો સેવક છું. છે. જેવી રીતે ગાયને વાછરડા પ્રત્યે પ્રેમ છે તેમ સાચા સંતોને
ળ : સૌનો મિત્ર છું.”
બીજા ધર્મી જીવો પ્રત્યે પ્રેમ હોય છે. જો આપણા જીવનમાં બીજા ધર્મજનો પ્રત્યે પ્રેમ ન હોય તો આપણને સમ્યગુદર્શન તો ન થાય, પરંતુ સમ્યગુદર્શનની ભૂમિકા પણ બની શકતી નથી. અન્ય મુમુક્ષુ – આત્માર્થીને જોઇને આપણો આત્મા પ્રસન્ન થાય છે ? અહો ! મહાત્મા છે. અહો ! ઉત્તમ મુમુક્ષુ છે. આપણે એમને વંદન કરીએ. આપણે એમને સહયોગ આપીએ. આપણે એમની પાસેથી શીખીએ. આપણે એમને દરેક પ્રકારે અનુકૂળ થઇને વર્તીએ. કારણકે એમાં આપણા આત્માનું પણ કલ્યાણ છે અને એમના આત્માને પણ તેથી પ્રસન્નતા થશે.
“તેની ભક્તિ માત્ર અહેતુકી છે.” એટલે દુનિયાની કોઇપણ ઇચ્છાવાળી નથી. શ્રીમદ્ રાજચંદ્ર વચનામૃતમાં દષ્ટાંત આવે છે કે વ્યાસ ભગવાન આત્મદર્શન થઈ ગયા પછી પણ આનંદસંપન્ન થયા નહોતા; કારણકે અખંડપણે હરિરસ ગાયો નહોતો. - આચાર્યશ્રી સમતભદ્ર મહારાજે “રત્નકરંડશ્રાવકાચાર' અને ચોવીશ તીર્થકરની સ્તુતિ રચી છે. તેઓ મહાન મુનીશ્વર હતા તોય ભગવાનની સ્તુતિ રચી.
તો આચાર્યશ્રી પૂજયપાદસ્વામી અને આચાર્યશ્રી કુંદકુંદસ્વામી જેવા મહાન યોગીશ્વરોએ તો તીર્થંકરભક્તિ, અરિહંતભક્તિ, સિદ્ધભક્તિ, શ્રુતભક્તિ, યોગીભક્તિ, આચાર્યભક્તિ વગેરેની રચના કરી.
પેલો પોથી પંડિત આચાર્ય ભગવંતને શિખામણ આપે છે કે આચાર્ય ભગવંત ! તમે ભગવાનની ભક્તિ ન કરશો. ભક્તિ કરશો તો તમને પુણ્ય થશે અને તમારે સ્વર્ગમાં રખડવું પડશે. આચાર્યને પણ તું આજ્ઞા આપવાવાળો ! જીવને માર્ગની ખબર
પ્રાર્થના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org