________________
નથી. પોતાની કલ્પનાથી, પોતાની કલ્પનાનું શાસ્ત્ર વાંચીને, પોતાની મેળે એનો અર્થ કરીને જીવ એમ માને છે કે ‘હું જ્ઞાની છું !' પ્રભુ ! એ મારગડા જુદા... એ અંતરયાત્રાના મારગડા છે અને તેં તો એને બહારમાં શોધ્યા છે માટે એ નહિ મળે.
નિઃસ્પૃહ : આલોક-પરલોકની ઇચ્છા વગરની. અનન્ય : શ્રેષ્ઠ, જેના જેવી બીજી નહિ તે, સર્વોત્તમ. પ્રશંસનીય : સમ્યક્, સમીચીન, આત્માના ભાનવાળી. પ્રશંસનીય એટલે સાદી ભાષામાં તો Praiseworthy પરંતુ અહીં પ્રશંસનીયનો અર્થ છે ‘સમ્યક્’.
સભ્યશ્નો અર્થ છે આત્માના અનુભવ સહિતની, આત્માની પ્રતીતિ સહિતની.
પ્રભુએ આવા ભક્તને પોતાના આત્મીયજન તરીકે સ્વીકાર્યો છે.
ઊંચી દશામાં ભક્ત અને ભગવાન બે જુદાં નથી. “દર્શન જ્ઞાન રમણ એકતાન, કરતાં પ્રગટે અનુભવજ્ઞાન; ધ્યાતા, ધ્યાન, ધ્યેય ગતકામ, હું સેવક ને હું છું સ્વામ.’ ભક્તિની પરાકાષ્ટામાં ભક્ત, ભક્તિ, ભગવાન ત્રણેય એક થઇ જાય છે. એ આનંદધનજીના શાંતિનાથ ભગવાનના પદમાં આવે છે :
“અહો ! અહો ! હું મુજને કહું, નમો મુજ નમો મુજ રે;’’ અપેક્ષાએ પરમાત્મા અને સત્પુરુષમાં કાંઇ ભેદ નથી. “સદ્ગુરુ સંત સ્વરૂપ તુજ, એ દૃઢતા કરી દે જ.” —શ્રીમદ્ રાજચંદ્ર, પત્રાંક - ૨૬૪
હવે આ વાત આપણને સામાન્ય ભૂમિકા રૂપે કહી. હવે આધ્યાત્મિક અભિગમ લે છે.
Jain Education International
For Private & Personal Use Only
હું આત્મા છું, આપનો સેવક છું,
સૌનો મિત્ર છું.”.
પ્રાર્થના
૭
www.jainelibrary.org