________________
“હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું.”
પ્રાર્થના વિશ્વના સમસ્ત ધર્મ-દર્શનોમાં, સાધનાના આ અંગને વ્યક્તિગત અને સામૂહિક સ્તરના માનવીય વિકાસ માટે તેમજ આ લોકમાં શાંતિ અને પરલોકમાં ઉત્તમ ગતિ માટે, સર્વસમ્મત સાધન તરીકે સ્વીકારવામાં આવ્યું છે. આવું સર્વધર્મસમ્મત, સરળ અને સર્વોપયોગી અન્ય સાધન આ વિશ્વમાં દુર્લભ છે. આવા અનેક કારણોથી પ્રાર્થનાનો વિષય વ્યક્તિગત અને સામૂહિક સ્તરના સામાજિક, માનસિક અને આધ્યાત્મિક વિકાસ માટે સામાન્ય જનતાને અને વિશેષ કરીને આધ્યાત્મિક સાધકને માટે અત્યંત ઉપયોગી છે. પોતાનું કલ્યાણ ઇચ્છતા સૌ કોઇને માટે આ નાનો ગ્રંથ, વર્તમાનકાળની વિષય જીવનશૈલી (કે જેમાં Hurry, Worry અને Tensionનું સામ્રાજય વ્યાપેલું જોવામાં આવે છે) માં વડલાની શીળી છાંય અને અંતરદાહને બુઝાવવા ઠંડા પાણીની પરબડીની ગરજ સારશે એવો અમને વિશ્વાસ છે. રોજબરોજના જીવનમાં શીતળતા, શાંતિ, ધીરજ, અને
• • • • •૦ ૨૦૦૦૦ ૦ cc ccc cc c 0; • ! સમાધાનની પ્રાપ્તિ માટે તેમજ માનસિક ત્રાસથી મુક્ત થવા માટે આ નાનો ગ્રંથ ઉપયોગી અવલંબન પુરું પાડશે; જેની ફળશ્રુતિરૂપે ઘણા મનુષ્યોને સાત્ત્વિક અને તાત્ત્વિક માર્ગદર્શન મળશે. આમ, મૂળ પ્રવચનકારના પ્રગાઢ અનુભવને અનુરૂપ પ્રભુના પંથે આગળ વધવામાં આ ગ્રંથ પ્રેરણાદાયી બનશે એવી ભાવના ભાવીએ છીએ.
આજથી વર્ષો પહેલા આપવામાં આવેલ પ્રવચનોના આ સંગ્રહને જનતા અને સાધકવર્ગની સેવામાં રજૂ કરીએ છીએ તેનો સદુપયોગ થાઓ તેવી ભાવના સાથે...
ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ
પ્રાર્થના
x
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org