________________
૩. જૈન સિદ્ધાંત ટિપણ પ્રમાણે જે પર્વતિથિ આવતી હોય તેનું જ આરાધના કરવાનું કારણ તે પર્વતિથિથી અવગાહાયેલો કાળ આરાધના માટે ખાસ ફળદાયક ગણાતે હા જોઈએ. કારણકે કાળ પણ પાંચ કારણમાંનું એક કારણ છે. આથી જ્ઞાનીઓએ પોતાના જ્ઞાનથી સિદ્ધાંત ટીપણમાં આવતી અમુક તિથિઓને કાળ આરાધનાની સફળતા માટે ખાસ એગ્યતાવાળે જાણ તે તે પર્વતિથિઓ આરાધવાનું આપણને સુચવ્યું હોવું જોઈએ.
૪. હવે સિદ્ધાંત ટિણ અને લૌકિક ટિપણની ગણત્રીમાં ઉપર પ્રમાણે જે ફેરફાર જે તે ધ્યાનમાં રાખી વિચારીએ તો સિદ્ધાંત ટિપ્પણની ગણત્રી પ્રમાણે અષ્ટમી, ચતુર્દશી વિગેરે પર્વતિથિઓ જે કાળે આવે છે તેજ કાળને અવગાહીને લૌકિક ટિપ્પણની ગણત્રીથી આવતી અષ્ટમી, ચતુર્દશી વિગેરે તિથિઓ પણ આવે છે એમ આપણે કદાપિ કહી ન શકીએ. આ વસ્તુસ્થિતિને લઈ ચાલ ટિપ્પણની તિથિઓએ કરાતું આરાધન સિદ્ધાંત ટિપણાના આધારે આવતી પર્વતિથિઓના આરાધનની માફક ચોગ્ય કાળે ન આવતું હોવાથી પર્વતિથિના વાસ્તવિક કાળમાં થતા આરાધન જેટલું કાળરૂપ કારણની ફેરફારને લીધે પ્રાચીન ગણિત પ્રમાણે કરાતા આરાધનના જેટલું સામર્થ્યવાળું હોઈ શકશે નહિઆ સંજોગોમાં જન ટિપણાના અભાવમાં લૌકિક ટિપણાની પૂર્વાચાર્યોએ કરેલ અને આચરેલ વ્યવસ્થાને તરછોડી લૌકિક પંચાંગમાં આવતા પવતિથિઓના કાળ માટે આગ્રહવાળા થવું એ અમને તે જરાપણ મુનાસીબ લાગતું નથી.
વિશેષ કરીને તેમ આગ્રહવાળા થવાથી પરાધન તરીકે જે અપૂર્વ લાભ યોગ્ય કાળના કારણથી મેળવવાને હતું તે આજે મળી શકે તેમ નથી પણ બીજી રીતની નવીન માન્યતા રજુ કરવાથી ઉલટું શ્રી સંઘની ચાલુ પ્રણાલિકામાં રહેલી એકતા છિન્નભિન્ન થઈ અનેક પ્રકારના કષાયેનો ઉદ્દભવ થવાનું કારણ આપણે હાથે ઉભું થાય છે.
૫. સિદ્ધાંત ટિપ્પણ વિચ્છેદ જવાથી પૂર્વાચાર્યોએ ઘણી જ દીર્ધદષ્ટિ વાપરી આરાધના સંબંધી કેઈપણ પ્રકારના ટિપ્પણાના અવલંબનની આવશ્યકતા હવાથી લૌકિક ટિપ્પણુ પર આધાર રાખવાનું ફરમાવ્યું અને તે સાથેજ લૌકિક ટિપ્પણમાં આવતી પર્વતિથિનો ક્ષયવૃદ્ધિ પ્રસંગે પતિથિને અખંડ રાખવા વ્યવસ્થાસૂચક સંસ્કાર કર્યો. ટુંકમાં પ્રાચીન ટિપ્પણ પ્રમાણે પર્વતિથિઓનું પરિ. સંખ્યાન ચાલુ રાખી આપણી ભાવના પ્રાચીન ટિપ્પણાને અનુસરતુંજ આપણું આરાધન છે તેવી રહે તેટલા માટે લૌકિક પંચાંગમાં આવતા પર્વતિથિના ક્ષય અને વૃદ્ધિ માટે નિયમ બાંધ્યા અને તે નિયમને અમલ આજસુધી અવિચિછન્નપણે ચાલુ રહ્યો. આ નિયમ બંધાયા તે પહેલાં પણ વ્યવહારમાં તે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org