________________
એ રોગનું નિદાન ઔષધ સારવાર અને રોગના ઉપચાર કરવા આ જિનશાસન છે. આત્માને રોગીમાંથી નિરોગી બનાવનાર જિનશાસન છે. અનાદિકાળથી લાગેલા કર્મના ભયંકર રોગનું નિદાન કરાવનારા, ઓષધ કરાવનારા જીવોનો સમૂહ તે ચતુર્વિધ
સંઘ.
દુઃખોનું મૂળ અજ્ઞાન : અનાદિથી કર્મના કારણે જીવ જ્યાં રખડે છે એ સંસાર દુઃખરૂપ છે. દુઃખના ફળવાળો છે. દેવલોક પણ દુઃખરૂપ છે.
ત્યાં પણ ઈર્ષ્યા વિગેરેના સંકલેશો છે. પરિંગ્રહની મૂછઓિ છે. આયુષ્ય પૂરૂ થયા બાદ ગર્ભવાસમાં જવાનું છે. દુનિયામાં અનેક પ્રકારના દુઃખો છે. કોઈને ખાવાનું. કોઈને પહેરવાનું કોઈને દીકરાનું... દરેકને કંઈક ને કંઈક દુઃખ હોય છે.. પણ એ બધા દુઃખો એક જ ઠેકાણેથી ઉત્પન્ન થાય છે. તેનું મૂળ પકડીએ એટલે તે નાશ પામે. આ મૂળ એટલે અજ્ઞાન. અજ્ઞાન દૂર થઈ જ્ઞાન આવે તો બધા દુખો નાશ પામે. જ્ઞાન સિવાયના બીજા બધા ઉપાયો એ લોહીનો વિકાર મટાડ્યા વગરના ગુમડા પરના બહારથી મરાતા મલમપટ્ટા જેવા છે. પણ એ કેટલા ચાલે? અજ્ઞાન એ લોહીનો વિકાર છે. દુનિયામાં જ્ઞાન ઘણું છે પણ એ આત્મ-અજ્ઞાન છે જે વર્તમાન અને ભવિષ્યમાં વધુ દુઃખનું કારણ છે. આત્મજ્ઞાન એ જ દુઃખને ટાળનારું બને.
સંસારમાં રસપૂર્વકની પ્રવૃત્તિથી અનુબંધવાળા કર્મ બંધાય.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org