________________
લટકે છે. એમનો માપદંડ એટલો જ કે બુદ્ધિમાં બેસે એટલું જ માનવાનું બીજું નહિ માનવાનું એનો અર્થ એ કે આપણી બુદ્ધિ જાણે ચરમ કક્ષાની છે. એ મોટામાં મોટું અભિમાન છે.
એક આચાર્ય ભગવંતને પૂછયું, “આ ૩૪ અતિશયો ને ભગવાનના કલ્યાણકોની વાતો, જન્માભિષેકની વાતો બધી કેવી રીતે માની લેવાય?” આચાર્ય ભગવંતે એક જ જવાબા આપ્યો કે, “અમારા પૂર્વાચાર્યો જે અમારા કરતાં ઘણા વિદ્વાન અને બુદ્ધિશાળી હતા તેમણે આ સ્વીકારીને પરમાત્માના અહોભાવથી ગુણ ગાયા છે એટલે અમારા માટે એ વિચારવાનો પ્રશ્ન જ રહેતો નથી. હિતવત્સલ અને સૂક્ષ્મબુદ્ધિના ધારક એવા પૂર્વાચાર્યો જેને સર્વ સંમતિથી સ્વીકારે તેના પર આપણે શંકા કેમ કરાય?”
| મારું દુષ્કૃત મિથ્યા થાઓ.
વળી, આચાર્ય ભગવંતોની, ઉપાધ્યાય ભગવંતોની, સાધુ અને સાધ્વી ભગવંતોની, બીજા પણ ધર્મસ્થાનકો, મંદિરો, ઉપાશ્રયોની, દુનિયામાં માનનીય, પૂજનીય હોય તેમને વિષે, માતાઓને વિષે, પિતાઓને વિશે (માતા-પિતા તો એક હોય, પરંતુ માત્ર આ ભવના નહિ, ભવોભવના જે માતા-પિતા હોય તેમને વિષે) એ જ પ્રમાણે બંધુ (ભાઈ)ઓને વિષે, મિત્રોને વિષે, ઉપકારીઓને વિષે, સામાન્યથી બધા જીવોને વિષે, મોક્ષમાર્ગમાં રહેલા જીવોને વિષે તથા મોક્ષમાર્ગમાં નહિ રહેલા જીવોને વિષે, મોક્ષ માર્ગના સાધનો (જિનમૂર્તિ, જિનમંદિર, પુસ્તકો, ચારિત્રના ઉપકરણો) ને વિષે અને મોક્ષમાર્ગના સાધન
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org