________________
બને, ચણાના લોટમાંથી, પણ એ ચણાની દાળ એ શું ? વનસ્પતિકાયનું કલેવર. વસ્તુના સ્વરૂપ સુધી જઈએ ને રાગ કપાઈ જાય.
ગુણ સાગરનો વિરાગ ભાવ: ગુણસાગરને થઈ ગયું. હમણા ને હમણાં ચારિત્ર લેવું છે. પ્રતિક્ષણ કાળા કાળા કર્મો ચોંટે છે. માણસ એક દિવસમાં જેટલું પાપ કરે છે તે જો આ દુનિયાના બધા પર્વતો સોનાના થઈ જાય ને તે દાન આપીએ તો ય ન છૂટે. વળી, રોગ, શોક ને અનિષ્ટ સંયોગોથી ભરપૂર આ સંસાર.
ગુણસાગરને સંસાર પરથી વિરાગ થઈ ગયો. મારે આ સંસાર ન જોઈએ. મા-બાપ પાસે આવે છે. પગે પડીને કહે - મને સુખી કરો. ઘરે કરોડો અબજો સોનૈયા પડયા છે. પૈસાની કોઈ ગણત્રી નથી. બીજી કાંઈ લેશમાત્ર પ્રતિકુળતા નથી. માબાપ પૂછે - શું દુઃખ છે. કહે - સામે જરા-મરણ દેખાય છે. માબાપ કહે - આ સોનામહોરના ઢગલાને શું કરવાના? આ મહેલાતોનું શું? કહે - આ મહેલાતો નથી પણ ડાકણો છે. એ પુણ્યનું લોહી ચૂસી નાખે છે. સંપત્તિ જેટલી વધે તેટલું પુણ્ય ભોગવાઈ જાય. બેંકમાથી જેટલા રૂા. ઉપાડો તેટલા ઓછા થાય. તમે તપ, સંયમ કરીને નવા નવા જમા કરો તો વધે. માબાપઃ આ ૮-૮ કન્યા જોડે તારા સગપણ નક્કી કર્યા તેનું શું? * એક વાર લગ્ન કરી લે પછી જે કરવું હોય તે કરજે. ગુણસાગર સાત્વિક છે. એ સ્વીકારે છે. પણ તે દરેકના માતા
(૧૫૧)
૧૫૧
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org