Book Title: Panchsutranu Parishilan
Author(s): Hemchandrasuri Acharya
Publisher: Ambalal Ratanchand Jain Dharmik Trust

View full book text
Previous | Next

Page 189
________________ अणिच्छियव्वं पावं पावाणुबंधि, सुहुमं वा, बायरं वा, मणेण वा, वायाए वा, काएण वा, कयं वा, कारियं वा, अणुमोईयं वा, रागेण वा, दोसेण वा, मोहेण वा, एत्थ वा जम्मे, जम्मंतरेंसुवा, गरहियमेयं, दुक्कडमेयं उज्झियव्वमेयं, वियाणिअंमए कल्लाणमित्तगुरुभयवंत वयणाओ, एवमेयं ति रोईयं सद्धाए, अरिहंतसिद्धसमक्खं गरहामि अहमिणं दुक्कडमेयं उज्झिअव्वमेयं एत्थ मिच्छामि दुक्कडं, मिच्छामि दुक्कंडं, मिच्छामि दुक्कडं ॥ (ચારેના) શરણને પામેલો હું દુષ્કતની ગહ કરૂ છું. જે કાંઈ મેં અરિહંતોને વિષે, સિદ્ધભગવંતોને વિષે, આચાર્યોને વિષે, ઉપાધ્યાયોને વિષે, સાધુ ભગવંતોને વિષે, સાધ્વીઓને વિષે, અન્ય ધર્મ સ્થાનકોને વિષે, માનનીયોને વિષે, પૂજનીયોને વિષે તથા માતાઓને વિષે, પિતાઓને વિષે બંધુઓને વિષે, મિત્રોને વિષે, ઉપકારીઓને વિષે, સામાન્યથી જીવોને વિષે, મોક્ષમાર્ગમાં રહેલાં જીવોને વિષે, તથા મોક્ષમાર્ગમાં નહીં રહેલા જીવોને વિષે, મોક્ષમાર્ગનાં સાધનો (જિનમૂર્તિ, જિનમંદિર, પુસ્તકો, ચારિત્રના ઉપકરણ વગેરે) ને વિષે, મોક્ષ માર્ગના સાધનો ન હોય તેવી વસ્તુ વિષે, જે કંઈ વિપરિત આચર્યું હોય, ન આચરવા યોગ્ય, ન ઈચ્છવા યોગ્ય, પાપ સ્વરૂપ, પાપાનુબંધિ, સૂક્ષ્મ કે સ્કૂલ, મનથી, વચનથી કે કાયાથી, કર્યું કરાવ્યું કે અનુમોધું હોય રાગથી દ્વેષથી કે મોહથી, આ જન્મને વિષે કે જન્માક્તરને વિષે, (કર્યું હોય) તે ગહ (દુર્ગછા) કરવા યોગ્ય છે. દુષ્કૃત છે. છોડવા યોગ્ય છે, એવું કલ્યાણમિત્રા ગુરુ ભગવંતના વચનથી મેં જાણ્યું છે. શ્રદ્ધાપૂર્વક તે મને રુચ્યું ( ૧૮૨) For Person Pivate Use Only Jain Education International www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 187 188 189 190 191 192 193 194 195 196