Book Title: Panchsutranu Parishilan
Author(s): Hemchandrasuri Acharya
Publisher: Ambalal Ratanchand Jain Dharmik Trust

View full book text
Previous | Next

Page 194
________________ ૧૬ થઈ જાય છે. હાનિ પામે છે, ક્ષય થાય છે. સૂત્રના પ્રભાવથી ઉત્પન્ન થયેલ શુભ પરિણામથી જેનું સામર્થ્ય ભાંગી ગયું છે. તેવા નિરબંધ થયેલા શેષ અશુભ કર્મો કટકબદ્ધ વિષની જેમ અલ્પ ફલવાળા થાય છે, સુખપૂર્વક દૂર કરી શકાય તેવા થાય છે. તથા ફરીથી બંધાય નહીં તેવા થાય છે. तहा आसगलिज्जंति परिपोसिज्जंति निम्मविज्जंति सुहुकम्माणुबंधा साणुबंधं च सुहकम्मं पगिट्ठे पगिट्ठभावज्जियं नियमफलयं, सुपउत्ते विय महागए सुफलेसिया, सुहपवत्तगे सिया परमसुहसाहगे सिया । તથા આ સૂત્રના પઠન આદિથી શુભ કર્મના અનુબંધો એકઠાં થાય છે, પુષ્ટ થાય છે તથા પરાકાષ્ટાએ પહોંચે છે. અને પ્રકૃષ્ટ ભાવથી ઉપાર્જિત થયેલું અનુબંધવાળું શુભ કર્મ નિયમા ફલને આપનાર થાય છે સારી રીતે યોજેલા ઔષધની જેમ શુભ ફળ ને આપનાર થાય છે. શુભ પ્રવૃત્તિ કરાવનાર થાય છે, અને મોક્ષનું સાધક થાય છે. अओ अप्पडिबंधमेयं असुहभावनिरोहेणं सुहभावबीयंति सुप्पणिहाणं सम्मं पढियव्वं सम्मं सोयव्वं सम्मं अणुपेहियव्वंति । ૧૬) સર્પ વગેરેના ડંખ ઉપર મંત્રશક્તિથી કપડા કે દોરી વડે સખત બંધ કરવામાં આવતા ઝેર નિર્બલ થઈ જાય છે આ બંધને કટક બંધ કહેવાય છે. આ સૂત્રના પાઠથી એ રીતે અશુભ કર્મો પણ અલ્પ ફળદાયી થઈ જાય છે. Jain Education International ૧૮૭ For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 192 193 194 195 196