________________
નથી. જેનામાં ગુરૂભક્તિ નથી તે ઊંચુ ચારિત્ર ન પાળી શકે. આ બધું પરમાત્માના પ્રભાવથી થાઓ. કેમ? ભગવાન અચિંત્ય શક્તિશાળી છે. આપણે વિચારી પણ ન શકીએ એટલું ભગવાનનું સામર્થ્ય છે.
ગુરૂકૃપાનું જવલંત દષ્ટાંત : સ્વ. ગુરુદેવ પં. પદ્મવિજયજી મ. ઉદાહરણ છે. ગુરૂ મહારાજ સાક્ષાત્ ઉદાહરણ સ્વરૂપ છે. તેમની બુકની પ્રસ્તાવના લખતાં લખતાં એક વિચાર આવ્યો કે,
વર્તમાનકાળમાં કોઈ સાધુ વધુમાં વધુ કેટલી સાધના કરી શકે? તમે જેટલી કલ્પના કરી શકો તેને ખોટી પાડે એવી સાધના ગુરુદેવ પૂ. પં. પદ્મવિજયજી મહારાજાએ કરી.
મોટું બંધ થઈ ગયું હોય, એક કોળીયો કે પાણીનું એક ટીપું પણ ગળે ન ઉતરતું હોય, કેન્સરની ભયંકર વેદના, શરીરમાં ગરમી ખૂબ થાય ને એવામાં કેવી તપ સાધના! આવી સ્થિતિમાં માસક્ષમણ કર્યું. એ પણ અપ્રમત્તપણે. દિવસે આગમસૂત્રો-શાસ્ત્રો વાંચે, રાત્રે ભયંકર માથું દુખે. પછાડવાનું મન થાય છતાં જાપ, સમવસરણનું ધ્યાન કરે. સ્વરપેટી ખલાસ થઈ ગઈ તો બીજા મહાત્માઓને લખી લખીને પ્રેરણા આપે.
શિવગંજના ચાતુર્માસમાં માસક્ષમણ કર્યું સંવત્સરીને દિવસે બીજા એક મહાત્માને ઉપવાસ ભારે પડયો. પોતાને ૮ મો ઉપવાસ, કેન્સરની ભયંકર વેદના, શરીરમાં ટોટીઓ નાંખેલી છે ને એવા વખતે પણ પેલા સાધુની સેવા કરવા ગયા. જઈને
(૧૬)
૧૬૬
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org