________________
સાંભળે અને મનમાં પણ તેનું ચિંતન કરે એટલે અનુપ્રેક્ષા કરે.
વળી, પાછું અહીં મંગળ કરે છે. પ્રથમ મંગળથી સૂત્રનું અધ્યયન નિર્વિને પૂર્ણ થાય. મધ્યમ મંગળથી સૂત્ર હૃદયમાં સ્થિર થર અને અંતિમ મંગળથી વળી આગળ પણ તેની પરંપરા ચાલે.
નમો નિમિયા : આ દુનિયા જેને નમે છે તે પણ જેને નમે છે એવા પરમ ગુરુ અરિહંત પરમાત્માને નમસ્કાર થાઓ. માત્ર અરિહંત નહિ પણ જેઓમાં નમસ્કારની પાત્રતા છે તે બધાને મારા નમસ્કાર થાઓ. સર્વજ્ઞ ભગવાનનું શાસન જય પામો, જય પામો, જય પામો. આખી દુનિયા, સર્વ જીવો જિનશાસન પામીને સુખી થાઓ, સુખી થાઓ, સુખી થાઓ.
૧oo,
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org