________________
આત્મકલ્યાણનો માર્ગ છે.
સૂત્રનું ફળ ઃ આ સૂત્રને સમ્યફ જાણે, સાંભળે મનમાં વિચારે તો અશુભ. કર્મ બધા શિથિલ થાય. ઢીલા પડી જાય. અશુભ કર્મના તીવ્ર રસ, અનુબંધો, સંસ્કારો ઢીલા પડે, હાનિ પામે, અંતે ક્ષય પામે. વળી, અશુભ કર્મો અલ્પ ફળવાળા થાય. કેન્સર થવાનો હોય ને ૨ દા'ડાનો તાવ આવે ને પતી જાય. કટકબદ્ધ વિષની જેમ ફળ મળે. સાપ કરડે ત્યાં પાટો બાંધે જેથી ઝેર ઉંચે ન ચડે એમ આ સૂત્રથી અશુભ કર્મ ઓછા થાય, સુખપૂર્વક દૂર કરી શકાય તેવા બને અને વળી ફરીથી તેવા ન બંધાય.
વળી શુભકર્મના અનુબંધો, સંસ્કારો પુષ્ટ થાય. પુષ્યના અનુબંધો થાય. એ પરકાષ્ટાએ પહોંચે ઉત્કૃષ્ટભાવથી ઉત્પન્ન થયેલું તે નિયમા ફળ આપે. સારી રીતે યોજાયેલા ઔષધની માફક શુભ ફળને આપે. શુભ પ્રવૃત્તિ કરાવે, જ્ઞાન-ચાસ્ત્રિ, ભક્તિ વૈયાવચ્ચમાં આગળ વધારે અને મોક્ષનું સાધક બને.
આ સૂત્ર અશુભ ભાવના નિરોધ અને શુભ ભાવનું બીજ છે. પણ પ્રણિધાનપૂર્વક, એકસાન થઈને કરવાનું. પૂ. ભુવનભાનુસૂરિ મ. કાંઈ લખવામાં બેઠા હતા. સંઘવાળા મળવા આવ્યા હતા. બે કલાક બેસી રહ્યા પણ સાહેબને કાંઈ ખબર જ નહિ. એવી એકતાનતા જોઈએ.
રોજ એનો પાઠ કરવાનો જાતે ન આવડે તો બીજા પાસે
૧૦૬
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org