________________
એક નવકારવાળી ગણે છે, “હું મૂરખ છું કે દીક્ષા લેતો નથી.” કોઈને સામગ્રી ન મળે અને તેના અભાવે ન કરી શકે એ બરાબર પણ બધી સામગ્રી છતાં ઉપયોગ ન કર્યો માટે મૂરખ છું.
પરમાત્મા-પ્રાર્થના ભગવાન કલ્યાણકારી, કેવલજ્ઞાની, મંગળસ્વરૂપ ને હું પાપી કેમ ? અનાદિકાળથી સંસારથી વાસિત છું. સંસાર ઓળખાયો છતાં સંસાર તરફ ખેંચાઈ જાઉં છું, પાંચે ઈન્દ્રિયોના વિષયોમાં ખેંચાઈ જાઉં છું. હિત અહિતને જાણતો નથી. મારા કલ્યાણ અકલ્યાણની મને ખબર નથી. કલ્યાણમાં જતો નથી અને અકલ્યાણ તરફ દોડું છું. આપણને ખબર નથી કે આ પાપોથી અસંખ્ય ભવો દુગતિમાં ભટકવાનું છે. હિતાહિતને જાણનારો થાઉં અહિત - પાપને છોડી દઉં એટલું જ નહિ હિતની પ્રવૃત્તિ કરું, ધર્મમાં જોડાઉં. મારામાં પલટો લાવું આરાધક બનું આપણું હિત શેમાં? સર્વપ્રાણીઓ સાથેના ઉચિત વર્તનમાં. છ કાચને મારવા એ અનુચિત વર્તન. એનાં ત્યાગ એ જ સ્વહિત. સાધુપણામાં જ આ શક્ય બને. બધાને સુખ આપશો તો સુખ મળશે અને જેમણે આ કર્યું છે એમના સર્વ સુકૃતોને ઈચ્છું છું સુકૃતોને ઈચ્છું છું, સુકૃતોને ઈચ્છું છું
ચાર શરણના આલાવા બતાવ્યા. દુષ્કૃત ગહ અને સુકૃત અનુમોદનાના આલાવા બતાવ્યા. ભાવનાઓ બતાવી.
બધાના ગુણોની અનુમોદના કરીએ એટલે ગુણ આપણામાં આવે. સુકૃતની અનુમોદનાથી સુકૃતના અંતરાયો તૂટે. દુષ્કતની
૧૦૪ For Personal Private Use Only
Jain Education International
www.jainelibrary.org