Book Title: Panchsutranu Parishilan
Author(s): Hemchandrasuri Acharya
Publisher: Ambalal Ratanchand Jain Dharmik Trust

View full book text
Previous | Next

Page 177
________________ યાત્રા: સંસારથી મોક્ષ, વાયા ગુરુ ગુરુની સમર્પિતભાવે સેવા કરવાની. આપણી બધી ઈચ્છા છોડી દેવાની. આ સાચી દીક્ષા છે. ગુરુની ઈચ્છામાં ભળી જવાનું. આપણી દીક્ષા લેવાની ઈચ્છા ન હોય પણ ગુરૂ મહારાજની ઈચ્છા દીક્ષા આપવાની હોય તો શું કરવાનું? દીક્ષાની ભાવના થઈ ને દીક્ષા લીધી એ વાત જુદી પણ આપણી ઈચ્છા ન હોય ને ગુરુની ઈચ્છા હોય ત્યારે ગુરુની ઈચ્છા પ્રધાન કરવાની. આ જ ખરો ધર્મ છે, કઠિન ધર્મ છે. ઘણા દીકરાના રાગથી દીક્ષા લે છે. ગુરુના રાગથી, પ્રેમથી દીક્ષા લેવાય? હા. જો યોગ્ય એવા ગુરુને આપણામાં યોગ્યતા દેખાતી હોય તો આપણી ઈચ્છા ન હોવા છતાં ગુરુના રાગથી પણ લેવાય. ગૌતમસ્વામીનું નામ કેમ લોકો લે છે ? ગૌતમ નામ માત્રમાં એટલો પ્રભાવ છે. અંગુઠે અમૃત વસે' કેમ? કોઈ વિચાર જ નહિ કરવાનો. ભગવાન કહે, “ગૌતમ ! પેલા દેવશમનેિ પ્રતિબોધ કરવા જવાનું છે.” બસ ભગવાને કહ્યું એમાં વિચાર સુદ્ધાં નહિ કરવાનો. ભગવાન કહે એમ કરવાનું. આગ્રહને છોડી દેવાનો. ઈચ્છાનિરોધ એ જ તપ છે. ગુસમર્પણ એ જ સાધનાનો પાયો છે. ગુરુને સમર્પિત રહે એને દીક્ષા મળે, કેવલજ્ઞાન મળે, ભગવાન મળે. પૂ. કલાપૂર્ણસૂરિ મ. કહે પણ તરસ આજે લાગી છે ને પાણી કાલે મળે. કેમ ચાલે ? અમને તો ભગવાનને મેળવવાની આજે જ, અત્યારે જ તરસ લાગી છે ને આવતા (૧૦૦) Jain Education International For Persons frivate Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196