Book Title: Panchsutranu Parishilan
Author(s): Hemchandrasuri Acharya
Publisher: Ambalal Ratanchand Jain Dharmik Trust

View full book text
Previous | Next

Page 175
________________ તાકાત નથી પણ દેવ-ગુરૂના પ્રભાવથી અશક્ય કાર્યો થાય આ ભગવાનથી તો કેવળજ્ઞાન મળે. રાવણ જેવા મંદોદરી સાથે અષ્ટાપદ પર જિનપ્રતિમા આગળ નાચ કરતાં કરતાં તિર્થંકર નામકર્મ બાંધી દીધું. જિનપ્રતિમામાં કેટલી તાકાત ! એકમેક થઈને ભક્તિ કરી ને લોટરી લાગી ગઈ. અરિહંત એ અચિંત્ય ચિંતામણી છે. પ્રભુ કેવા ? ભગવાનનું વિશેષણ બતાવે છે, વિંતશત્તિનુત્તા ગુત્તા: અચિંત્ય શક્તિથી યુક્ત. અચિંત્ય એટલે આપણે કલ્પના ન કરી શકીએ એટલું. આપણે વધુમાં વધુ કેટલા સુખની કલ્પના કરી શકીએ? કરોડપતિના, અબજોપતિના, ઈન્દ્રોના, અનુત્તરોના ! અરે ! ભગવાન તો કહે આવ, તને કેવળજ્ઞાન આપું. કોઈ નાનો છોકરો વધુમાં વધુ માંગીને શું માંગે? ચોકલેટો માંગે, ખાવાની વસ્તુઓ માંગે, મનગમતી બે-ચાર ચીજો માંગે પણ એને ખબર જ ન હોય કે દુનિયામાં કેટલુંય પડયું છે એમ આ અરિહંત આપણી કલ્પનામાં ન આવે એવા સમતારસના સુખો આપવા સમર્થ છે. માત્ર અરિહંત જ નહિ પાંચે પરમેષ્ઠી અચિંત્ય શક્તિના સ્વામી છે, અચિંત્ય સુખ આપવા સમર્થ છે. ઈચ્છિત કરતાં વધુ આપનાર છે. વળી, પરમ વનાળા : કલ્યાણ એટલે મંગળ-સુખ પોતે સ્વયં મંગળસ્વરૂપ છે. કેટલીક વ્યક્તિ પોતે સુખી હોય પણ તેનાથી બીજાને શું લાભ ? પણ આ અરિહંત બીજા જીવોના સુખોમાં કારણભૂત છે, નિમિત્તભૂત છે. કારણ કે આખું વિશ્વ ભાવ પર આધારિત છે. જગતમાં શ્રેષ્ઠ ભાવો અરિહંતની કૃપા Jain Education International ૧૬૮ For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196