Book Title: Panchsutranu Parishilan
Author(s): Hemchandrasuri Acharya
Publisher: Ambalal Ratanchand Jain Dharmik Trust

View full book text
Previous | Next

Page 174
________________ માથુ દબાવવા લાગ્યા. આ બળ ક્યાંથી આવ્યું? ગુરૂકૃપાથી. પ્રેમસૂરિ મ.ના હૃદયમાં વસી ગયા હતા. ભાવ સાન્નિધ્ય કેળવો. દેવ-ગુરુની અચિંત્ય શક્તિ છે. વળી “પરમકલ્લાણા.” કલ્યાણ એટલે સુખ. એમના દર્શનમાત્રથી પણ આત્માનું હિત થાય. પ્રાણીઓના સર્વશ્રેષ્ઠ કલ્યાણમાં કારણભૂત છે ભગવાનનું સાનિધ્ય! ભાવનિકટતા મળે તો આપણું કલ્યાણ ઓટોમેટીક થઈ જાય, લોખંડ મેગ્નેટીક ક્ષેત્ર સુધી પહોંચે પછી તેને મહેનત કરવી ન પડે. મેગ્નેટ જ તેને પોતાની તરફ આપોઆપ ખેંચી લે. . આપણે ભગવાનના, ગુરૂદેવોના સાનિધ્ય સુધી પહોંચવાનું. મહાપુરુષોના સાન્નિધ્યમાત્રથી કમોં ઉપશમ થઈ જાય. દેવગુરુના સાન્નિધ્યમાં અઢળક પુણ્ય મળે અને પાપ ખપે પણ આપણે સાનિધ્યમાં આવ્યા નથી એટલે બહાર ગોથા ખાધા કરીએ છીએ. અરિહંત અચિંત્ય શક્તિવાળા છે પણ એમાં શ્રદ્ધા જોઈએ. કોમ્યુટરમાં કેવી શક્તિા કલાકોની ગણતરીઓ સેકંડમાં થાય. સામાન્ય માણસને કંઈ ખબર જ ન પડે ને જાણકાર હોય તે કેટલાય કામો ફટાફટ કરે. શ્રદ્ધા જોઈએ અરિહંતમાં ! જેટલી શ્રદ્ધા હોય તેટલું ફળ મળે. જીવોનું કલ્યાણ પંચ પરમેષ્ઠિથી જ થાય. એમની શક્તિથીકૃપાથી જ બધું ચાલે. શેકેલો પાપડ તોડવાની પણ આપણી ૧૬૦, Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196