________________
ભવમાં મળે તે કેમ ચાલે?” તે બેઠા હોય ત્યારે જ ભગવાનનું ધ્યાન ચાલુ હોય. સ્વાધ્યાય કરતાં એક જ વિચાર કે મારા ભગવાનનું વચન છે. શાસ્ત્રના પ્રત્યેક વચનમાં ભગવાનનું દર્શન કરવાનું. ગુરુની જે ભક્તિ કરે, સમર્પિત રહે તેને આ બધું મળે. ભગવાન પાસે direct નહિ જવાય. વાયા ગુરુ જવું પડશે.
પ્રેમ, તે આનું નામ : શાસ્ત્રમાં પતિ-પત્નીના પ્રેમનો દાખલો આવ્યો. બંનેને એટલે સુધી મોહ કે એક-બીજા વગર જીવી જ ન શકે. રાજાએ પરીક્ષા કરી. સેવકોને મોકલ્યા, માત્ર સમાચાર આપે છે કે આપના પતિ મરી ગયા છે. પરલોક રવાના થઈ ગયા ને આ સાંભળતા જ પત્ની ઢળી પડી. હું એમના વગર નહિ જીવી શકું
રામ-લક્ષ્મણનો પ્રેમ કેવો ! દેવતાએ પરીક્ષા કરી. દેવશક્તિથી આખું વાતાવરણ શોકમગ્ન બનાવ્યું. રાણીઓ છાતી ફૂટતી બતાવી. સમાચાર લક્ષ્મણને આપ્યા કે મહેલમાં રામ મૃત્યુ પામ્યા છે. વાત સાવ ખોટી છતાં સાંભળતાં જ લક્ષ્મણની છાતી ફાટી ગઈ.
આવો પ્રેમ ભગવાન પર જોઈએ. તમારા વગર જીવી જ ના શકું? એક એક ક્ષણ અકારી બને, પણ આ કેવી રીતે સાધ્ય બને? ગુરુની ખૂબ ભક્તિ, વૈયાવચ્ચ અને સમર્પિતતાથી ગુરુની ભક્તિથી પરમાત્માનો ચોગ થાય છે. આંખો મીંચે ને ભગવાન આંખ સામે આવી જાય. મન ત્યાં લીન બની જાય.
૧૧)
૧૧
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org