Book Title: Panchsutranu Parishilan
Author(s): Hemchandrasuri Acharya
Publisher: Ambalal Ratanchand Jain Dharmik Trust

View full book text
Previous | Next

Page 170
________________ એકવાર કો'ક ઉત્તમ સાર્થવાહ જંગલમાંથી પસાર થતો હતો. હરણ મુનિને સાર્થવાહ પાસે લઈ ગયું. સાર્થવાહ મુનિને ખૂબ ભાવથી વહોરાવે છે. હરણ આ જોઈને ખૂબ આનંદમાં આવે છે. ખૂબ અનુમોદના કરે છે. આ વખતે અચાનક ઝાડનું થડ પડયું ને ત્રણે મરી ગયા. ત્રણે જણા મરીને એકસાથે ૮૫મા દેવલોકમાં ગયા. સાધુએ સાધના કરીને જે પુણ્ય એકત્રિત કર્યું તેટલું જ પુણ્ય સાર્થવાહે ખૂબ ભક્તિભાવથી વહોરાવતા બાંધ્યું અને હરણે તેટલું જ પુણ્ય માત્ર અનુમોદનાથી બાંધ્યું. પણ આ અનુમોદના હૈયાની જોઈએ. “કરણ, કરાવણ ને અનુમોદન, સરિખા ફલ નિપજાવત” ૦ રન કણિકા ૦ | મહાપુરુષોના પગલે જંગલમાં ય મંગલ અને રણમાંય ઝરણ સર્જાય છે. કપડાં ફાટે તો ચલાવી લેજ, પણ સંસ્કાર કે ચારિત્ર ન ફાટે તેની તકેદારી રાખજો. કેમ કે એને સાંધી આપનાર કોઈ દરજી નહિ મળે.... - સંસારના સાધનોનો રાગ કાઢવો ને શાસનના પ્રત્યેક અંગ પર બહુમાન ભાવ ઉભો કરવો એ જ સાધના છે. (૧૬૩ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196