________________
મંડાયો છે. આખું લોક ગાંડુ બન્યું છે.
ગુણસાગર ક્ષપકશ્રેણીએ: ચારિત્ર તો આવતીકાલે લેવાનું છે. પણ અહીં ભાવથી ચારિત્રમાં ચઢી ગયા છે. અને વિશુદ્ધિ અને અપ્રમત્તતાના ભાવમાં આગળ વધતા ૮, ૯ ને ૧૦ મા ગુણઠાણે, ત્યાંથી સીધો ૧૨મા ગુણઠાણે. ક્ષપકશ્રેણી માંડી દીધી. કર્મના ભૂક્કેભૂક્કા બોલાવી દીધા. ઘાતકર્મોનો નાશ કર્યો ને કેવળજ્ઞાન લઈ લીધું.
કોઈ સિદ્ધાચલ, સમેતશિખરમાં નહિ પણ લગ્નની ચોરીમાં કેવળજ્ઞાન કેવું અદ્ભુત છે આ જિનશાસન ! વળી જુઓ કે, આઠે કન્યા પણ આની જેમ ધ્યાનમાં ચઢે છે.... એ પણ ચારિત્રની ભાવના કરે છે, ભાવનામાં આગળ વધતા મોહનીય કર્મનો સંપૂર્ણ નાશ કરી ક્ષાયિક સમક્તિ પ્રાપ્ત કરે છે ને ક્ષપકશ્રેણી માંડી ત્યાં જ કેવળજ્ઞાન પામે છે.
ભોગના સ્થાને યોગ: દેવતાઓ આવે છે અને ચોરીની જગ્યાએ સુવર્ણનું સિંહાસન બનાવે છે. કેવળજ્ઞાની એવા ગુણસાગર ત્યાં દેશના આપે છે. આખું લગ્નનું વાતાવરણ દેશનામાં ફેરવાઈ ગયું છે. લોકો પણ વિચારે કે ભોગને ચોગમાં ફેરવી દીધો. કેવી સાધના કરી! આ બધાના માતા-પિતા એમને આ પ્રમાણે જોઈને વિચારેઆપણા ધોળામાં ધૂળ પડી. ધિક્કાર છે આપણી જાતને ! મોટી ઉંમર આવી, માથું ધોળું થયું પણ હૃદય ધોળુ ન થયું. અંતર તો કાળુ ને કાળુ જ રહ્યું. અને એ પણ દુષ્કતગહ કરતા કરતા
For (૫૪)
૧૫૪ For Personal Private Use Only
Jain Education International
www.jainelibrary.org