________________
જિનશાસનને સ્થાપી દો. કહી દો- હે મોહરાજા, રાગગજેન્દ્ર ને દ્વેષકેશરી ! આ હૃદયનું સિંહાસન તારા માટે નથી. મારા દેવાધિદેવ અને ગુરુ માટે છે. ઓ મોહના ચોટ્ટાઓ ! તમે નીકલી જાવ. મારું હૃદય સિંહાસન દેવ-ગુરુ માટે રીઝવર્ડ છે. હવે એમાં તમને સ્થાન નથી. સીધી રીતે નીકળી જાવ નહિ તો મારે આકરા થવું પડશે. અને એકવાર નીકળીને પાછા ડહાપણ કરીને પ્રવેશતા નહિ... ક્રોધ-માન બધા ચોટ્ટાઓ છે.
સુકૃત અનુમોદનામાં એ જ કહ્યું કે આપણા સુકૃતની અનુમોદના-પ્રશંસા જાહેરમાં કરીએ, વારંવાર કરીએ તો અંદર સૂતેલો માનકષાય જાગી જાય. અને આ કષાય સુકૃતના ફળને તોડી નાખે. સુકૃત કર્યા પછી માનથી બચવાનું છે.
ગુણાધિક પર પ્રમોદભાવઃ બીજા મહાપુરુષોના સુકૃતની અનુમોદના વારંવાર કરવાની, જાહેરમાં કરવાની, બહુમાનભાવપૂર્વક કરવાની. વિનયવિજયજી મહારાજે શાંતસુધારસમાં પ્રમોદ ભાવના બતાવી. મહાપુરુષોના ગુણો જોઈને આનંદ પામવાનો. જુઓ-પુંડરિકરવાની શત્રુ પ કરોડ સાથે મોક્ષે ગયા. એકલા નહિ, પાંચ કરોડ સાથે. કારતક સુદ પુનમે દ્રાવિડ વારિખિલ્લ ૧૦ કરોડ સાથે મોક્ષે ગયા. આ બધુ યાદ કરીએ ને મનમાં આનંદ ભરાઈ જાય. પરિણામ નિર્મળ બને. પરમાત્માના ચૈત્યવંદન, સ્તવન ગુણાનુવાદ એ પણ સુકૃત અનુમોદના જ છે.
દુનિયાના વ્યવહારોમાં પણ અનુમોદના જોવા મળે છે.
(૧૫૦
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org