Book Title: Panchsutranu Parishilan
Author(s): Hemchandrasuri Acharya
Publisher: Ambalal Ratanchand Jain Dharmik Trust

View full book text
Previous | Next

Page 159
________________ પિતાને કહેવડાવી દો કે બીજે દિવસે ચારિત્ર લઈશું. પેલા ગભરાઈ ગયા. આવા વૈરાગીને કોણ દીકરી આપે ? કન્યાને વાત કરે છે. કન્યાઓ કહે અમે એકને પરણ્યા તે પરણ્યા હવે એક ભવમાં બીજો ભવ ન કરીએ. આ બધાની ૨૧ ભવથી સાથે સાધના ચાલે છે. લગ્ન નક્કી થયા. વરઘોડો નીકળ્યો છે પણ ગુણસાગરને એમાં રસ નથી. એને તો એક જ તાલાવેલી છે કે ક્યારે આવતીકાલનો સૂરજ ઉગે ને ચારિત્ર લઉં. માબાપની ઈચ્છાથી આજે લગ્ન કરવા પડયા છે છતાં આવતીકાલે જેલમાંથી છૂટી જઈશું. ગુણસાગરને સંસાર જેલ લાગે છે. જે સમક્તિ દૃષ્ટિ છે એ સંસારને જેલ જ માને છે. ચાર ગતિની કેદમાં પૂરાઈ રહેવાનું. કેટલાક જીવ તો રીઢા ગુનેગાર છે. એને ત્યાં જ ફાવે પણ એ મોહથી વાસિત છે. આ જિનશાસન મળ્યું છે. આવું જિનશાસન પામ્યા પછી દરિદ્રી રહીશું, તો હવે બીજી કોઈ દવા નથી. જિનશાસન સિવાયની બીજી કોઈ સંસ્થા આપણું સારું કરવા સમર્થ નથી. એવો તે દિવસ ક્યારે આવશે ? ધર્મક્રિયા પહેલા મનોરથ કરવાના છે. આપણે પણ મનોરો કરવા જોઈએ. મનોરથની સજ્ઝાયમાં આવે છે... હું આવી આવી આરાધના સાધના કરીશ... ક્યારે એવો દિવસ આવે કે ચારિત્ર લઈશ, ૧૨ વ્રત લઈશ, બ્રહ્મચર્ય પાળીશ, શ્રાવક રાત્રે ઉઠે તો ઉઠીને મનોરથ કરે ક્યારે ચારિત્ર લઈશ, કાઉસગ્ગ Jain Education International ૧૫૨ For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196