________________
લે છે. દીક્ષા ન મળે ત્યાં સુધી છઠ્ઠને પારણે છઠ્ઠ કરીશ. ૧૨ વરસ આ તપ કર્યો પણ ચારિત્ર ન મળ્યું. આ ભવમાં ન મળ્યું પણ તીવ્ર ઈચ્છા હતી તો પછીના ભવમાં બધા અંતરાયો તૂટી ગયા ને પર૦ સાથે વગર મહેનતે ૧૬ વર્ષે દીક્ષા મળી ગઈ. જેની ઈચ્છા કરો તે મળે જ. આ ભવે ભાવના રહી ગઈ હોય તો પછીના ભવે મળે પણ તેની એક શરત, એમાં ભૌતિક સ્વાર્થ ના ભળવો જોઈએ.
સંગમ રોજ મનોરથ કરે છે, ક્યારે સાધુ મહાત્મા પધારે ને હું વહોરાવું. અહીં જુઓ કે એને બે ટાઈમ પોતાને વાપરવાના ફાંફા છે. ભયંકર દરિદ્રતા છે. આખો દિવસ મા મહેનત કરીને રોટલો કમાય છતાં પેટ ભરાતું નથી એવા અંતરાય ઉદયમાં છે. પણ આવી સ્થિતિમાં કેવા ઉત્તમ મનોરથ છે?
સુકૃત અનુમોદન ચિત્તના પરિણામ નિર્મળ, પ્રકુલ્લિત કરે છે. સુકૃત આચરતા પહેલા એના મનોરથ જોઈએ. ધર્મક્રિયા પ્રણિધાનથી કરવાની બીજું બધુ ભૂલી જવાનું. પૂર્વે મનોરથ કર્યા હોય તો એકાગ્રતા આવે. તેમ ધર્મ કર્યા બાદ પણ તેને વારંવાર યાદ કરીને અનુમોદના કરવાની. જેમ જેમ અનુમોદના કરીએ તેમ તેમ પુણ્યના ગુણાકાર થાય.
આપણા સુકૃતની અનુમોદના મનમાં કરવાની. દુનિયામાં કરીએ તો સુકૃતના ભાગાકાર થાય. કાં તો કામ કાં તો નામ. બેમાંથી એક જ થાય. જેને કામ કરવું હોય તેણે નામનો મોહ છોડવો પડશે. એમ થાય કે આપણે એવું તો શું કર્યું? કોઈ આપણા વખાણ કરે ત્યારે મન દુખી થાય ખરું? મારા શું
- (૧૪)
(૧૪ For Personal Private Use Only
Jain Education International
www.jainelibrary.org