________________
મહત્વનો ધર્મ છે. બધા ધર્મનો પાયો છે.
ઉંચામાં ઉંચા દાન, શીલ વખતે પણ અંદર શલ્ય પડયા હોય તો જોઈએ તેવું ફલ ન આપે. જેમ જેમ શલ્ય નીકળે તેમ આત્માની તાકાત વધતી જાય પાપના શલ્યોની ગર્ભ કરીએ તો હંમેશ માટે છૂટી જાય જેને અંદર શલ્યો પડયા છે તેની આરાધનામાં પ્રગતિ થતી નથી.
વિના શલ્યોહાર નહિ આત્મોદ્ધાર :
નાનું પણ શલ્ય કેવી રીતે પ્રગતિ અટકાવે ? દૃષ્ટાંત આવે છે. રાજા પાસે એક લક્ષણવંતો ઘોડો છે. જેના પ્રભાવે આજુબાજુના રાજાઓ માથું પણ ઊંચુ કરી શક્તા નથી. આ ઘોડો તો અશ્વશાળામાં છે, લડવા પણ જતો નથી છતાં એટલો
પ્રભાવ !
તો અહીં જુઓ કે તિર્થંકરનો પ્રભાવ કેવો હોય ? એમના પ્રભાવથી શું ન થાય. આવા દેવાધિદેવ મળ્યા પછી શા માટે ઉપાસના ન કરીએ. તેમના પ્રભાવે એક પણ પ્રતિકૂળતા ન રહે ને એકપણ અનુકુળતા આવ્યા વગર ન રહે. આ વિશ્વની એક પણ સંપત્તિ એવી નથી કે જે પરમેષ્ઠીના આરાધકને ન મળે અને એક પણ આપત્તિ એવી નથી કે જે ન ટળે. દુનિયાના સત્કાર સન્માન, ખાન-પાન, પૈસા, કુટુંબ બધુ અનુકૂળ થઈ જાય. રોગ-દરિદ્રતાની બધી આપત્તિ જાય. મોટા ઈન્દ્રને પૂછો તમે ઈન્દ્ર કેમ થયા ? કહે - ભગવાનની આજ્ઞાના પાલનથી, ભક્તિથી.
Jain Education International
૧૨૪
For Personal & Private Use Only
www.jainelibrary.org