________________
ઢસડતા ઢસડતા મારા મડદાને લઈ જજો. આખા નગરમાં ઉદ્ઘોષણા કરાવજો કે આ ગોશાળો સર્વજ્ઞ નથી. પણ સર્વજ્ઞ તો ભગવાન મહાવીર જ છે. જગતને કહેજો કે આણે આખા જગતને છેતર્યું છે. ભગવાન પર તેજોલેશ્યા મૂકીને ઘોર પાપ કર્યા છે. અને પછી અગ્નિસંસ્કાર કરજો.’
શાસ્ત્રકાર લખે છે કે આ આત્મનિંદા કરતા કરતા ગોશાળો સમ્યક્ દર્શન પામી ગયો. અંતિમકાળે આયુષ્યનો બંધ પડયો ને ૧૨મા દેવલોકમાં ગયો. આ દુષ્કૃતગાંનું કેટલું સુંદર અનુષ્ઠાને.
આ દુષ્કૃતગાં કર્મોના બધા કચરા સાફ કરી નાખે. ગોશાળો સમ્યગ્ દર્શન પામ્યો, ૧૨ મો દેવલોક પામ્યો. ભવ્ય જીવ હતો છતાં હજી ભટકશે છતાં એનો મોક્ષ થયા વગર રહેશે નહિ. ગોશાળો શિષ્યોને કહી ગયો છે છતાં શિષ્યોથી એમ કેમ કરાય? ગુરુની આજ્ઞા ખાતર એમણે હોલમાં શ્રાવસ્તી નગરી ચીતરી ને એમાં ફેરવીને ઉદ્ઘોષણા કરી ને પછી બીજે દિવસે ઠાઠમાઠથી પાલખી કાઢી.
માત્ર નિંદાથી ન ચાલે, ગહીં પણ જોઈશે.
અહીં વાત એ છે કે ગોશાળા પાસે આત્મનિંદા હતી પણ ગર્ભા ન હતી. એ વખતે યાદ આવ્યું હોત કે ભગવાન મહાવીર અહીં બેઠા છે ને તેમની પાસે દોડીને ગીં કરી હોત તો એ પાપના મૂળીયા ઉખડી જાત. દેવ-ગુરુની આશાતનાના મૂળીયા બહુ ઊંડા જાય છે પણ ગુરુની પાસે ગીં કરીએ તો ઉખડી
Jain Education International
૧૩૦
For Personal Private Use Only
www.jainelibrary.org